દેશના વૈવિધ્યસભર જંગલો ભારતની વિવિધતા અને કુદરતી સૌંદર્યમાં નોંધપાત્ર ફાળો આપે છે.

ઔદ્યોગિક વિકાસ માટે દેશના જંગલોનો મોટાપાયે નાશ કરવામાં આવ્યો છે જેને કારણે જંગલો ઘટી ગયા છે. 

જોકે, દેશમાં ઘણા રાજ્યો એવા છે જ્યાં જંગલનો સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં ગાઢ જંગલ અસ્તિત્વ ધરાવે છે.

ચાલો જાણીએ કે દેશના કયા રાજ્યમાં સૌથી વધુ જંગલ વિસ્તાર છે .

ઇન્ડિયન ફોરેસ્ટ એરિયા સ્ટડી રિપોર્ટ 2021 અનુસાર સૌથી વધુ જંગલ વિસ્તાર મધ્યપ્રદેશ (77,482 કિમી) છે .

ઉત્તરપૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ બીજા સ્થાને છે જ્યાં 66,688 કિમી વન વિસ્તાર છે.

ત્રીજા સ્થાને છત્તીસગઢ છે જ્યાં 55611 કિમીનો વન વિસ્તાર છે.

સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતા રાજ્યોની યાદીમાં ઓરિસ્સા ચોથા સ્થાને છે અહીંયા 51,611 km નો વન વિસ્તાર છે.

પાંચમા સ્થાને મહારાષ્ટ્ર છે જ્યાં 50,778 કિમીનો જંગલ વિસ્તાર છે.

મહારાષ્ટ્રના ઘણા જંગલો પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવ્યા છે.