ક્યારે ખુલશે કાશ્મીરનું ટ્યૂલિપ ગાર્ડન

કાશ્મીરમાં આવેલું છે એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન. દલ લેકના કિનારે કિનારે આવેલું આ ગાર્ડન પર્વતમાળાની તળેટીમાં છે.

લગભગ 17 લાખ રંગબેરંગી ટ્યૂલિપ્સ તમને અહીં જોવા મળશે. કુલ 74 પ્રકારના ટ્યૂલિપ અહીં હતા જેમાં આ વખતે નવા બે પ્રકાર જોડાયા છે.

વર્ષ 2007માં આ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું અને 2023માં એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન હોવાનો ખિતાબ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી મળ્યો હતો

ગયા વર્ષે લગભગ સાડા ચાર લાખ જેટલા પર્યટકોએ ગાર્ડનની મુલાકાત લીધી હતી, કાશ્મીરનું આ ખૂબ મહત્વનું ટૂરિઝમ ડેસ્ટિનેશન છે

કુકેનહોફમાં 15 કિલોમીટર ચાલીને અદ્ભુત નજારો જોઈ શકાય છે, આ સાથે અહીં ખાસ શૉ પણ યોજવામાં આવે છે

55 હેક્ટરમાં ફેલાયેલા આ ગાર્ડનને જોવા માટે પર્યટકોને માત્ર એકાદ મહિનાનો સમય મળે છે. આ ગાર્ડન માર્ચ અને એપ્રિલ વચ્ચે એકાદ મહિના માટે જ ખુલ્લુ મૂકાય છે

હવામાનને ધ્યાનમાં રાખી ગાર્ડનનો સમયગાળો નક્કી થાય છે. મિડ-માર્ચથી મિડ-એપ્રિલ ગાર્ડનની મુલાકાત લેવા માટે બેસ્ટ ટાઈમ છે

આટલા સુંદર અને વિશાળ ગાર્ડનની મુલાકાત લેવાનું મોંઘુ હશે તેમ તમને લાગતું હોય તો ના, માત્ર રૂ. 75માં તમે આ ફૂલોના સ્વર્ગને માણી શકો છો

હવે જો તમારે આ ગાર્ડન જોવું હોય તો અત્યારે જ કાશ્મીરની ટિકિટ બૂક કરાવી લો કારણ કે આ ગાર્ડન 26મી માર્ચના રોજ ખુલ્લુ મૂકાશે

રમઝાન મહિનો ચાલતો હોવાથી ખૂબ તામજામ નહીં થાય, મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલા આ ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનનું ઉદ્ધાટન કરશે

11. ગયા વર્ષે વધારે ગરમી પડવાને લીધે ગાર્ડન એકાદ અઠવાડિયું વહેલું બંધ કરી દેવાયું હતું. આથી એપ્રિલમાં બંધ થાય તે પહેલા લઈ લો મુલાકાત