આજકાલનો સમય ડિજિટલ છે અને ડેટા અને પ્રાઈવસી માટે પાસવર્ડ લગાવવું ખૂબ જ જરૂરી છે
જીમેલ, ઈમેલ, બેંકિંગ, ફોન, એપ્સ, સોશિયલ મીડિયા એપ્સને સુરક્ષિત રાખવા માટે સ્ટ્રોન્ગ પાસવર્ડ હોવું ખૂબ જ જરૂરી છે
વીક પાસવર્ડને કારણે એકાઉન્ટ હેક થવાના, ડેટા લીક થવાની શક્યતાઓ વધી જાય છે
પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો યાદ રહે એ માટે સિમ્પલ પાસવર્ડ રાખે છે જે આપણા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે
આજે અમે અહીં તમને આવા જ કેટલાક પાસવર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્કેમર્સના નિશાના પર હોય છે
સ્કેમર્સ આવા પાસવર્ડ ખૂબ જ સરળતાથી ક્રેક કરી લે છે અને તમારો ડેટા અને એકાઉન્ટ ચોરાઈ જાય છે
હાલમાં સાઈબર સિક્યોરિટી સ્ટડીમાં સૌથી વીક પાસવર્ડની યાદી બહાર પાડવામાં આવી છે જેનો ઉપયોગ લાખો લોકો કરી રહ્યા છે
સૌથી વીક પાસવર્ડની વાત કરીએ તો તે છે 123456, 123456789, password, 111111, admin, abc123
આ પાસવર્ડ અનેક વખત હેક થઈ ચૂક્યા છે, આ પાસવર્ડ એટલા સરળ છે કે તેનો અંદાજો લગાવવો ખૂબ જ સરળ છે
જો તમે પણ અહીં આપવામાં આવેલા પાસવર્ડમાંથી જ એક કે એ ટાઈપનું બીજું પાસવર્ડ રાખ્યું છે તો આજે જ તમારું પાસવર્ડ બદલી નાખો
બહુ નાના હોય એવા પાસવર્ડ ના રાખો. આ સિવાય બર્થડે, નામ કે બીજી સરળતાથી માહિતીને પાસવર્ડ ના બનાવશો
પાસવર્ડ બનાવતી વખતે હંમેશા તેમાં સ્પેશિયલ કેરેક્ટર, સ્મોલ કે કેપિટલ લેટરનું કોમ્બિનેશન કરો