તમારા ફોનને તમારી વાતો સાંભળતો બંધ કરવો છે?
મોબાઈલ-ખાસ કરીને સ્માર્ટ ફોન હવે માત્ર સંદેશાવ્યવહારનું સાધન નથી રહ્યું, તે તમારું હમરાઝ પણ બની ગયું છે અને જાસૂસ પણ
હવે તે તમારી પરવાનગી વિના જ તમારી દરેક એક્ટિવિટી પર નજર રાખે છે અને તમને ખબર નથી પણ તમારી એપ્સ તમારી વાતો પણ સાંભળે છે
...તો શું તમારે આ થર્ડ પાર્ટીને તમારી વાતો સાંભળતી બંધ કરવી છે? તો તમારે તમારા મોબાઈલ એપમાં આ સેટિંગ્સ કરવા પડશે
ફોનમાં તમે સ્ટોર કરેલી દરેક એપ પાસે પોતાનું એક માઈક્રોફોન એક્સેસ હોય છે, જેથી કોઈપણ એપ તમારી વાત સાંભળી શકે છે
આ માટે તમારે માઈક્રોફોન એક્સેસ દરેક એપ પર જઈને બંધ કરવું પડશે
તમે સેટિંગ્સમાં પ્રાઈવસી પર ક્લિક કરી પરમિશન મેનેજર પર ક્લિક કરો. અહીંયા એ તમામ એપ્સનું લિસ્ટ છે જેની પાસે માઈક્રોફોન એક્સેસ છે.
હવે તમારે દરેક એપ પર જવાનું છે અને દરેકમાં માઈક્રોફોન એક્સેસ ડિસેબલ કરવાનું રહેશે
તમારો ફોન તમારી પ્રાઈવસીમાં દખલઅંદાજી નથી કરતો ને તે જોવાની જવાબદારી તમારી છે