અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં સ્કુલ અને કોલેજમાં ઉનાળાનું વેકેશન શરૂ થશે
જો તમે પણ કંઈક એડવેન્ચર કરવા માંગો છો તો આજે અમે અહીં તમારા માટે લઈને આવ્યા છીએ એક ધાસ્સુ માહિતી
છેલ્લાં કેટલાક સમયથી લોકોમાં સ્કુબા ડાઈવિંગ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે, શું તમે પણ આ ટ્રાય કરવા માંગો છો?
શું તમે જાણો છો કે તમે ભારતમાં ક્યાં ક્યાં સ્કુબા ડાઈવિંગ કરી શકો? ભારતમાં સુંદર જગ્યાઓ છે, જ્યાં સ્કુબા ડાઈવિંગનો આનંદ માણી શકશો
આંદામાન નિકોબાર આ યાદીમાં પહેલાં સ્થાને. અહીંના હેવલોક અને નીલ આઈલેન્ડ સ્કુબા ડાઈવિંગ માટે ફેમસ છે
લક્ષદ્વિપના અગત્તી અને બંગારામ આઈલેન્ડ પર પણ તમે સ્કુબા ડાઈવિંગ કરી શકો છો
બહુ દૂર ના જવું હોય તો ગોવામાં પણ સ્કુબા ડાઈવિંગ થાય છે, તો તમે ત્યાં પણ એનો આનંદ ઉઠાવી શકો છો
પુડ્ડુચેરી ખાતે પણ પર્યટકો દૂરદૂરથી સ્કુબા ડાઈવિંગ કરવા માટે આવે છે
આ સિવાય મહારાષ્ટ્રમાં આવેલું તારકર્લી પણ સ્કુબા ડાઈવિંગ એકદમ હેવન
ગણાય છે
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પણ સ્કૂબા ડાઈવિંગની મજા માણી શકાય છે