ડ્રાયફ્રૂટ એ આરોગ્યવર્ધક છે અને હેલ્થ એક્સ્પર્ટ્સ દ્વારા દરરોજ તેનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે

આજે અમે અહીં તમને આવા જ એક પાવરહાઉસ ડ્રાયફ્રૂટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

આ પાવરહાઉસ ડ્રાયફ્રૂટ છે અખરોટ. અખરોટને સુપરફૂડ કહેવામાં આવે છે અને તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

શિયાળામાં ડ્રાયફ્રૂટનું સેવન કરવાનું ખૂબ જ લાભદાયી માનવામાં આવ્યું છે, પણ જો તમે એક મહિના સુધી દરરોજ નિયમિત તેનું સેવન કરો તો?

અખરોટમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ જોવા મળે છે

આવા આ અખરોટનું નિયમિતપણે સેવન કરવાથી શરીરને અગણિત ફાયદા મળે છે, ચાલો જોઈએ એક મહિના સુધી અખરોટનું સેવન કરશો તો શું ફાયદા થશે

અખરોટનું સેવન હાર્ટ માટે ખૂબ જ સારું ગણાય છે કારણ કે તે કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરીને હાર્ટએટેકના જોખમને ઘટાડે છે

આ સિવાય મેન્ટલ હેલ્થ માટે અખરોટનું સેવન લાભદાયી માનવામાં આવે છે, અલ્ઝાઈમર જેવી સમસ્યામાં તે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે

અખરોટમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે, જેને કારણે હાડકાં પણ મજબૂત બને છે

પ્રોટિન અને ફાઈબરના પાવરહાઉસ એવા અખરોટ ખાવાથી લાંબો સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે

સ્કીન કેરમાં અખરોટનું સેવન લાભાદાયી માનવામાં આવે છે. અખરોટમાં વિટામિન ઈ હોય છે, જે સ્કીન પરની કરચલીઓ દૂર કરે છે

સ્કીન કેરની સાથે સાથે હેર ફોલને અટકાવવામાં પણ અખરોટનું સેવન કરવું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે