ગોટલીનો ઉપયોગ માત્ર મુખવાસ માટે જ નહીં આમ પણ કરોઃ

આમ કે આમ ગુટલીઓ કે ભી દામ આ હિન્દી કહેવત ખૂબ પ્રચલિત છે અને સાચી પણ

ફળોના રાજા કેરી જેટલી જ કે વધારે ગુણકારી ગોટલી છે અને ગુજરાતી ઘરોમાં તેનો મુખવાસ અચૂક બને છે

પણ આજે અમે તમને ગોટલીના ફાયદા સાથે તેના વિવિધ ઉપયોગ પણ સૂચવીશું, જે તમે તમારા નિષ્ણાતની મદદથી અમલમાં મૂકી શકો

કેરીની ગોટલીને કોપરેલ તેલમાં એક અઠવાડિયું રાખી તે તેલ વાળમાં નાખવાથી વાળ ખરવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે

ગોટલીનો પાવડર બનાવી વાળમાં તે પેસ્ટ લગાવવાથી વાળને વહેલા સફેદ થતાં અટકાવી શકાય છે

કેરીના પાવડરને દહીંમાં મિક્સ કરી તેની પોસ્ટ બનાવી વાળમાં લગાવવાથી ખોડો દૂર થાય છે અને વાળમાં આવતી ખંજવાળ પણ દૂર થાય છે

ગોટલીમાં મેગ્નેફેરી નામનું તત્વ છે જેના ઈન્ટરનેશનલ માર્કેટમાં એક ગ્રામના દસ હજાર રૂપિયા બોલાય છે કારણ કે તે એન્ટિ-એઈજિંગ છે

 ગોટલી ફેટ, સ્ટાર્ચ, પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટ, વિટામીન એ, આર્યન છે. ગોટલીનો પાવડર પાણીમાં ઉમેરી ન્હાવાથી લૂ નથી લાગતી

ગોટલીમાં પોલિફીનોલ્સ, ફાયટોસ્ટેરોલ્સ, સિટોસ્ટેરોલ અને ટોકોફેરોલનો પણ સારો સ્ત્રોત છે, જે એસીડીટીમાં રાહત આપે છે10.  100 ગ્રામ ગોટલીમાં આશરે 10 ટકા પ્રોટીન, 70 ટકા સ્ટાર્ચ 3થી 4 ગ્રામ વિટામિન બી 12 હોય છે.

ગોટલીઓ ફેંકી ન દેતા જો તેનો વિવિધ ઉપયોગ કરવામાં આવે મફતમાં આટલા ફાયદા થાય છે, બાકી મુખવાસનું ઑપ્શન તો છે જ