હેડિંગ વાંચીને તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈને કે આખરે ક્યાં આવેલી છે આ કાચ જેવા સાફ પાણીવાળી નદી? 

તમને જાણીને નવાઈ લાગશે કે આ નદી બીજે ક્યાંય નહીં પણ આપણા ભારતમાં જ આવેલી છે

ભારત એ નદીઓનો દેશ અને અહીં અનેક નદીઓ વહે છે, ભારતમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે

એટલું જ નહીં પણ અહીં નદીઓને પવિત્ર માનીને પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે ભારતની ક્લિનેસ્ટ રિવર કઈ છે? 

ચાલો તમને ભારતની આ અનોખી નદી વિશે જણાવીએ-

આ નદી એટલી ક્લિન છે કે તેના તળિયામાં રહેલાં પથ્થરા અને વસ્તુઓ તમે આરામથી જોઈ શકો છો

સૌથી પહેલાં તો તમારી જાણ માટે અમે જે નદીની વાત કરી રહ્યા છીએ એ છે ઉમંગોટ નદી. 

ઉમંગોટ નદી ભારતના સેવન સિસ્ટર્સમાં આવતા રાજ્ય મેઘાલયમાં વહે છે અને આ નદી જ દાવકી નદીના નામે ઓળખાય છે

આ નદીમાં જ્યારે બોટ તરે ત્યારે પહેલી નજરે તો એવું જ લાગે છે કે જાણે બોટ હવામાં તરી રહી છે

આ નદી ભારત અને બાંગ્લાદેશ એમ બે દેશોની વચ્ચે વહે છે અને પર્યટકો આ નદીની મુલાકાત લેવા આવે છે

અહીં આવીને તમને ફોરેનની કોઈ નદીમાં બોટિંગ કરી રહ્યા હોવ એવો જ અનુભવ થાય છે

તમે પણ જ્યારે મેઘાલય લઈ જાવ તો ચોક્કસ જ આ નદીમાં બોટિંગ કરવાનો અનુભવ લેવા જેવો છે...