ટેનિસ સમ્રાટ તથા વર્લ્ડ નંબર-ટૂ નોવાક જૉકોવિચે કટ્ટર હરીફ અને નિવૃત્ત ઍન્ડી મરેને પોતાનો કોચ બનાવ્યો

મેન્સ ટેનિસમાં બે ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વનની પ્લેયર-કોચની જોડી બની હોવાની આ પહેલી ઘટના નથી...

2006માં ઍન્ડી રૉડિકે જિમ્મી કોન્નર્સને કોચ બનાવ્યા હતા

2014માં રોજર ફેડરરે સ્ટીફન એડબર્ગને પોતાના પ્રશિક્ષક તરીકેની  જવાબદારી સોંપી હતી

2014માં જૉકોવિચે નવા કોચ તરીકે બૉરિસ બેકરને પસંદ કર્યા હતા

એક સમયના નંબર-વન જૉકોવિચે 2017માં આન્દ્રે ઍગાસીને કોચ તરીકેનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો

2017માં રાફેલ નડાલે ફરી ફૉર્મમાં આવવા કાર્લોસ મોયાને કોચ બનાવ્યા હતા

2018માં કાર્લોસ અલ્કારાઝે યુઆન કાર્લોસ ફેરેરોને કોચિંગની કમાન સોંપી હતી