ગમે તેટલી હિંમતવાળી મહિલાઓ પણ રસોડા કે કિચનની દિવાલો પણ ગરોળી જૂએ એટલે ચીસ પાડી દે છે
ગરોળીથી ડર લાગે તેટલી જ સૂગ ચડે છે અને તેને ઘરમાંથી કાઢવા આખું ઘર અલગ અલગ નુસખા અજમાવે છે
ગરમીમાં વધારે દેખાતી ગરોળીની લાળ અને મળને લીધે સાલ્મોનેલા નામના બેક્ટેરિયા પેદા થાય છે જે ભોજનને ઝેરી બનાવી દે છે
તમે જ્યાંથી ગરોળી આવતી હોય તે જગ્યા પર અડધો કાપેલો કાંદો લટકાવી દો. કાંદામાં સલ્ફર હોવાથી તીવ્ર દુર્ગધ આવશે ને ગરોળી ભાગી જશે
કાંદો અને લસણને પીસી, તેમાં થોડું પાણી ઉમેરી તેનું સ્પ્રે બનાવો અને ગરોળીના શરીર પર છાંટો તે ભાગી જશે
જો તમે ઈંડાનો ઉપયોગ કરતા હો તો તેની છાલને એ જગ્યાઓ પર રાખો જ્યાં ગરોળી આવે છે, ગરોળી ભાગી જશે
તમે એક બોટલમાં પાણી ભરી તેમાં કાળા મરી પીસીને નાખી દો. આ સ્પ્રે રગોળી પર નાખતા જ તે ભાગી જશે
ગરમીમા ગરોળી ઉપરાંત કીડીઓ અને અન્ય જીવજંતુઓ વધારે બહાર આવે છે અને કિચનમાં દેખાતા ખાવાપીવાનું
બગડશે તેવો ભય રહે છે