મોબાઈલ યુઝર્સ માટે પહેલી નવેમ્બરથી એક મહત્ત્વનો નિયમ બદલાવવા જઈ રહ્યો હતો, પરંતુ હવે TRAI દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે

એક અંગ્રેજી અખબાર દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હવે પહેલી ડિસેમ્બરથી આ નિયમના બદલાશે

ટેલિકોમ કંપનીઓને કમર્શિયલ મેસેજ માટે ન્યુ ટ્રેસેબિલિટી નિયમ લાગુ કરવા માટે એક મહિનાનો સમય મળી જશે

કમર્શિયલ મેસેજ માટે ઓટીપીનો સમાવેશ પણ થાય છે આ ઓટીપી બેંક, કંપનીઓ દ્વારા વેરિફિકેશન માટે મોકલાવે છે

ટ્રાયના આ નિર્ણયની મદદથી સ્પેમ અને ફિશિંગ એક્ટિવિટીઝને રોકવા માગે છે, કારણ કે આને કારણે સાઈબર ફ્રોડ બેંક એકાઉન્ટ ખાલી થઈ રહ્યા છે

ટ્રેસેબિલિટીનું નિયમનું પાલન ન કરનારા મેસેજને ઓટોમેટિક બ્લોક કરવામાં આવશે

પહેલાં આ નિયમ પહેલી નવેમ્બરથી લાગુ કરવામાં આવનાર હતો અને હવે તે પહેલી ડિસેમ્બરના લાગુ કરવામાં આવશે

ટેલિકોમ કંપની જેમ કે જિયો, એરટેલ, વીઆઈએ ટ્રેસેબિલિટી નિયમોનું પાલન કરવામાં આવનારી મુશ્કેલી અંગે ચિંતા વ્યક્ત કરી હતી

આ નિયમને લઈને વિત્તિય સંસ્થાઓ સહિત અને કંપનીઓ તૈયારી કરી નથી શકી, એટલે તેમના ઓટીપી આવવામાં મુશ્કેલી પડી શકે છે

જોકે, આ પહેલી વખત નથી કે ટ્રાય દ્વારા આ નિયમને અમલમાં મુકવા માટે મર્યાદા લંબાવવામાં આવી હોય, આ પહેલાં પણ અનેક વખત આવું થઈ ચૂક્યું છે