અત્યારે તો અંગ દઝાડતી ગરમી પડી રહી છે, પરંતુ આ બફારો જ ઈશારો કરી રહ્યો છે કે આપણું ચોમાસું આસપાસ છે
પહેલો ધોધમાર વરસાદ થાય એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરે. ભીની માટીની સોડમ સાથે રસોડામાંથી ગરમાગરમ ચા સાથે ભજિયાની સુગંધ પણ ભળે તો જલસો પડી જાય
ગુજરાતીઓને તો ભજિયા બારેમાસ પ્રિય છે, પરંતુ વરસાદી માહોલમાં તો સૌ કોઈને ભજિયા ખાવાનું મન થાય છે
ભજિયા તળો ને ચાનો કપ ભરો ત્યાં તો ભજિયા ઢીલા પડી જાય અને તેલતેલ લાગતા હોવાનું ઘણી ગૃહિણીઓ કહેતી હોય છે
તો આ માટે એક ખૂબ જ સાદો સીધો ઉપાય અમે તમારી માટે લાવ્યા છીએ જેનાથી ભજિયા લાંબો સમય ક્રિસ્પી રહેશે અને તેલ નહીં ચોંટે
આ માટે તમારે ચણાના લોટ એટલે કે બેસનના ખીરામાં એક નાની વાટકી જેટલો ચોખાનો લોટ ઉમેરી દેવાનો છે
તમે ચોખાના લોટ સાથે એકાદ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ પણ નાખી શકો. આમ કરવાથી સ્વાદમાં કોઈ ફરક પડશે નહીં
આ સાથે ભજિયાના ખીરામાં એક ચપટી જેટલા અજમા મસળીને નાખી દેવા, જેથી ગેસ કે પિત્ત ન થાય
આ ચોમાસામાં જો ગરમાગરમ ભજિયા તળવાનું થાય તો આ નુસ્ખો ચોક્કસ અજમાવજો અને અમને જણાવજો.