માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને એની સાથે જ હોળી રસિયાઓ હોળી સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ કરી દે છે
હોળી રમવાની સાથે સાથે હોળી રસિયાઓને તેમના મોબાઈલ ફોનની ચિંતા પણ સતાવે, કારણ કે ગુલાલ, પાણી અને કલરથી મોબાઈલ ડેમેજ થઈ શકે છે
આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેથી તમે હોળીનો આનંદ ઉઠાવવાની મોબાઈલ પણ સેફ રાખી શકશો
મોબાઈલને પાણી અને કલરથી બચાવવા માટે વોટરપ્રૂફ કે ઝીપલોક બેગમાં મૂકો, આનાથી ફોન સુરક્ષિત રહેશે અને પાણી અંદર નહીં જાય
જો તમારી પાસે આવું પાઉચ નથી તો તમે પ્લાસ્ટિકની બેગ્સના લેયરની વચ્ચે પણ ફોનને સેફ રાખી શકો છો
જો તમારે ફોટો અને વીડિયો માટે વારંવાર ફોન યુઝ કરવો પડે એમ હોય તો તમે ટ્રાન્સપરેન્ટ કવર લગાવી શકો છો,
આને કારણે તમારે વારંવાર ફોન બહાર નહીં કાઢવો પડે અને તમે આરામથી ફોટો અને વીડિયો ક્લિક કરી શકશો
સ્માર્ટફોનને પ્લાસ્ટિક પાઉચમાં રાખો ત્યારે તેની સાથે સિલિકા જેલ પણ રાખો, જેથી જો ભૂલથી પાણી અંદર જાય તો પણ જેલ એ પાણી શોષી લેશે
ફોનને બ્લ્યુટુથ અને સ્માર્ટવોચથી કનેક્ટ રાખો, જેથી જો કોલ ઉપાડવો પડે તો પણ ફોનને ટચ ના કરવું પડે
સ્માર્ટ ફોનનો ડેટા હોળી પહેલાં જ સુરક્ષિત જગ્યાએ સ્ટોર કરી લો, જેથી જો પાણી જવાને કારણે ફોન ખરાબ થાય તો પણ તેનો ડેટા લૂઝ ના થાય
ફોન ભીનો થઈ જાય તો તેને પહેલાં સ્વિચ ઓફ કરો અને તેને સૂકા કપડાંથી સાફ કરીને 24 કલાક માટે સિલિકા જેલ સાથે મૂકી રાખો
સો, આ આટલી ટિપ્સ બાદ હવે હોળીમાં તમારા મોબાઈલ ફોનની ચિંતા છોડી દો અને એન્જોય કરો ફેસ્ટિવલ ઓફ કલર્સ એન્ડ હેપ્પીનેસ...