કેરીએ ફળોનો રાજા છે અને નાનાથી લઈને મોટા સૌને કેરી ખાવાનું ખૂબ જ પસંદ આવે છે
મુંબઈ સમાચાર
પરંતુ આ ફળની વાત કરીએ તો તે ઉનાળામાં જ મળે છે, એવામાં જ
ો તમને આખું વર્ષ જો ફ્રેશ કેરી ખાવા મળે તો?
મુંબઈ સમાચાર
સવાલ થયોને કે આખરે આવું તે કઈ રીતે પોસિબલ છે? અમે અહીં તમને કેરીનો રસ કઈ રીતે સ્ટોર કરી શકાય એ જણાવીશું-
મુંબઈ સમાચાર
મેંગો પલ્પ સ્ટોર કરવા માટે તાજી અને ડાઘ વિનાની કેરીઓ ખરીદો, તેને એક કલાક સુધી પાણીમા ભીંજાવી રાખો
મુંબઈ સમાચાર
હવે કેરીની છાલ ઉતારીને તેના ઝીણા ઝીણા ટુકડા કરીને સમારી લો
મુંબઈ સમાચાર
મિક્સરમાં આ પીસ નાખીને તેની એકદમ ઘટ્ટ પેસ્ટ બનાવી લો, પરંતુ એક વાતનું ધ્યાન રાખો તે તેમાં દૂધ, સાકર કે પાણી ના ઉમેરો
મુંબઈ સમાચાર
આ પલ્પમાં ટૂકડા ના રહે એનું ધ્યાન રાખો અને પલ્પને ચાળણીથી ગાળી લો
મુંબઈ સમાચાર
જો કોઈ ટુકડા રહી ગયા હોય તો એને પાછા મિક્સરમાં પીસી લો
મુંબઈ સમાચાર
હવે આ તૈયાર થયેલાં પલ્પને પ્લાસ્ટિકની ઝિપલોકવાળી બેગ કે પછી કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી લો
મુંબઈ સમાચાર
આ રીતે ફ્રિજમાં સ્ટોર કરેલો કેરીનો પલ્પ છ મહિનાથી લઈને એક વર્ષ સુધી તાજો રહે છે
મુંબઈ સમાચાર
જ્યારે પણ કેરીનો રસ ખાવાની ઈચ્છા થાય તો તેમાં દૂધ કે પાણી ઉમેરીને મેંગો જ્યુસ બનાવી શકાય છે
મુંબઈ સમાચાર