વિદેશોમાં પતિ કે પત્ની નસકોરા બોલાવતા હોય અને કંટાળીને છૂટાછેડા આપી દે તેવા કિસ્સાઓ બને છે
હસવું આવે તેવી આ વાત ઘણી ગંભીર છે કારણ કે તમે નિર્દોષ હોવા છતાં બીજાની ઊંઘ બગાડવાનો ગુનો કરો છો
સાઉન્ડ સ્લીપ શારીરિક અને માનસિક આરોગ્યનું અનિવાર્ય પાસું છે, પણ નસકોરા નડે છે
નસકોરા માટે અન્ય કારણો સહિત એક કારણ જવાબદાર છે તે છે વિટામિન ડીની ખામી
vitamin D ઓછું હોય તો એર-વે એટલે શ્વાસ લેવાના માર્ગમાં બળતરા અને સોજો આવે છે
ઊંઘ માટે જવાબદાર હોર્મોન melatoninને પણ વિટામિન ડીની ઉણપ અસર કરે છે, જેથી નસકોરા બોલે છે
વિટામિન ડી મળે તેવી ભાજી, તુરીયા વગેરે ખાવા સાથે સવારનો હળવો તડકો લેવો પણ જરૂરી છે
નસકોરાનું મુખ્ય કારણ Sleep Apnea એટલે કે ઊંઘમાં આવતી સમસ્યાઓ છે, તેને નિવારવી પણ જરૂરી છે
આથી તમારા નિષ્ણાતની સલાહ લો અને નસકોરાની સમસ્યાથી છૂટકારો મેળવો