ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિ. પરફેકશનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાને જૂહી ચાવલાથી લઈ ઘણી ટૉપની એક્ટ્રેસ સાથે જોડી જમાવી છે

આમિર ખાનની ફિલ્મો  ઘણા સારા વિષયો સાથે બનતી હોવાથી અભિનેત્રીઓ તેને છોડવા માગતી નથી

...પણ ઈન્ડસ્ટ્રીમાં એવી એક બે નહીં ઘણી હીરોઈનો છે જેમણે આમિર સાથે કામ ન કરવું હોવાથી ફિલ્મ ઠુકરાવી છે

સૌથી પહેલા વાત કરીએ તો દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ આમિર સાથે ફિલ્મની ના પાડી હતી. આનું કારણ આમિરની હાઈટ હતું

આબેહુબ શ્રીદેવી જેવી લાગતી દિવંગત અભિનેત્રી દિવ્યાભારતીએ પણ આમિરની ફિલ્મ ઠુકરાવી હતી

આનું કારણ એ હતું કે લંડનમાં એક ટૂર સમયે આમિરે પર્ફોમ કરવાની ના પાડી હતી કારણ કે તે થાકી ગયો હતો

ત્યારબાદ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયે રાજા હિન્દુસ્તાની ઠુકરાવી હતી કારણ કે તેને આમિર સાથે કામ નહોતું કરવું

બટકબોલી કંગના રનૌતે માત્ર આમિર નહીં શાહરૂખ અને સલમાન ખાન સાથે પણ કામ ન કરવાનું પ્રણ લીધું છે, તેણે ગજનીની ઓફર નકારી હતી

પ્રિયંકા ચોપરાએ પણ આમિર ખાન સાથે કામ કર્યું નથી આનું કારણ બન્નેની હાઈટ હોઈ શકે