આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

14 નવેમ્બર ચાચા નહેરુનો જન્મ દિવસ છે. ચાચા નેહરુને બાળકો પ્રત્યે ખૂબ લગાવ હતો 

દેશમાં 14 નવેમ્બરનો દિવસ બાળ દિન તરીકે ઉજવાય છે

આજના દિવસે તમે બાળકોને આ ખાસ ફિલ્મો બતાવી સેલિબ્રેટ કરો

તેમનું મનોરંજન કરવા ઉપરાંત આ ફિલ્મો ઘણી પ્રેરણાદાયી છે

તારે જમીન પરઃ આમિર ખાન અને દર્શિલ સફારીની લર્નિંગ ડિસઓર્ડર ધરાવતી આ ફિલ્મ પેરેન્ટ્સની આંખો ખોલે છે. 

3 ઇડિયટ્સ- જીવનમાં આગળ વધવા માત્ર પુસ્તકિયુ જ્ઞાન નહીં, પણ પ્રેક્ટિકલ જ્ઞાન હોવુંય જરૂરી છે, એવો સંદેશો આપતી ફિલ્મ પ્રેરણાદાયી છે.

સુપર 30 ગરીબ અને પછાત વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મહેનત કરનાર શિક્ષકની કહાણી પ્રભાવિત કરનારી છે 

ઇકબાલઃ બહેરો અને મુંગો ઇકબાલ સમસ્યાઓનો સામનો કરી ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થાય છે.પોતાને નબળા માનતા બાળકોને પ્રેરણા મળશે.

બારમી ફેલઃ ભણીને આગળ વધવા માટે ચિટીંગ નહીં મહેનત જરૂરી છે. ભણતર તમને ઝીરોમાંથી હીરો બનાવી શકે છે, એવો મસ્ત સંદેશ આપે છે