આ ચા-બિસ્કિટની જુગલબંધી તમને બીમાર પાડી શકે છે હો!
જેમ બે વ્યક્તિમાં દોસ્તી હોય છે, તેમ ખાવાની બે વસ્તુ પણ મિત્રો જેવી હોય છે, જેમકે ચા અને બિસ્કિટ્સ
મોટા ભાગના ઘરોમાં જ નહીં, ઓફિસ કે મિટિંગ્સમાં પણ ચા સાથે બિસ્કિટ સર્વ થવાનું એકદમ સામાન્ય છે
પણ અભ્યાસ કહે છે કે આ બન્નેની દોસ્તી તમારા સ્વાસ્થ્યનો દુશ્મન બની શકે છે, આવો જાણીએ વિગતવાર
મોટાભાગના બિસ્કિટ્સમાં રિફાઈ્ન્ડ ફ્લોર, શૂગર હોય છે જે આરોગ્ય માટે ખાસ સલાહભર્યા નથી
અને જે બિસ્કિટ્સમાં પોષક તત્વો હોય છે, તેને ચામાં મળતું ટેનિન શોષવા દેતું નથી
બિસ્કિટ્સ અને ચા બન્નેમાં શૂગર છે, આથી બન્ને નિયિમિત સાથે ખાવાથી શરીરમાં શૂગર વધી શકે છે
આ સાથે રોજ ચા-બિસ્કિટ ખાવાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે, જે વજનમાં વધારો કરે છે
અમુક બિસ્કિટ્સમાં જ ફાયબર હોય છે, બાકી પ્રિઝર્વેટિવ્સને લીધે પાચનતંત્રને પણ અસર થાય છે
શક્ય હોય તો ચા સાથે આપણા ભારતીય નાસ્તા જેવા કે પૌઆ, ઉપમા ખાઓ, અથવા મખાણા જેવી વસ્તુઓ ખાઈ શકો
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો