ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે

ગમે તેટલી કાળજી રાખવા છતાં ઘરમાં મચ્છરોનો ત્રાસ સહન કરવો પડતો હોય છે

આ માટે કોઈલ સહિતના ઉપાયો કેમિકલથી બનેલા હોય આરોગ્ય માટે સલાહભર્યુ નથી

ત્યારે અમે તમને એક સરળ, સસ્તો અને કુદરતી ઉપાય જણાવી રહ્યા છીએ, જે તમારા ઘરને મચ્છરમુક્ત બનાવશે

મચ્છરોને જેની ગંધ કે સુગંધ નથી ગમતી તેવા સાત પ્લાન્ટ્સમાંથી એક ઘરમાં ઉગાડો, જૂઓ અસર

મચ્છરોને લેમન ગ્રાસ એટલે કે લીલી ચાની સુંગધ ગમતી નથી, તમે લીલી ચા ઘરે ઉગાડી બે ફાયદા લઈ શકો છો

આવો જ બીજો પ્લાન્ટ છે રોઝમેરી, જેની સુગંધથી મચ્છરો દૂર ભાગે છે

લવન્ડરનો પ્લાન્ટ સુંદર લાગે છે અને તે સુગંધી પણ હોય છે, પરંતુ મચ્છરોને તે ગમતી નથી

લીલાછમ સિટ્રનેલાના પ્લાન્ટ્સ મચ્છરોને ઘરમાં આવવા દેતા નથી, તમે આરામથી ઊંઘી શકો છો

તમે ચા, ચટણી સહિતની વસ્તુઓમાં પણ વાપરી શકો અને મચ્છરોને પણ દૂર રાખે છે, તે છે ફૂદીનો

ઘરમાં હૉર્સમિંટ ઉગાડો, તમને તો તેની સુગંધ ગમશે પણ મચ્છરોને નહીં ગમે એટલે તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે

જેરેનિયમના ફૂલ તમારી આંખોને ઠારશે, પણ તેની સુગંધ મચ્છરોને ગમશે નહી, અને તમે એક તીર નહીં પણ એક ફૂલથી બે નિશાન મારી શકશો

આ બધા પ્લાન્ટ્સ ઘરમાં ઉગાડી શકાય છે, ઘરની શોભા વધે છે અને મચ્છર નામના અણગમતાને મહેમાનો ઘરમાં આવતા નથી.