બે વર્ષમાં આટલા લોકોએ પાકિસ્તાન છોડ્યું

ધાર્મિક કટ્ટરતા, યોગ્ય નેતાગીરીનો અભાવ અને વિનાશકારી પ્રવૃત્તિઓને લીધે પાકિસ્તાન નરક જેવો દેશ બની ગયો છે

આપણી સાથે જ આઝાદ થયેલો આ દેશ પોતે ક્યારેય પ્રગતિ કે વિકાસના પંથે જઈ શક્યો નથી અને આપણી માટે નાસૂર બની ગયો છે

ત્યાંના બદ-દિમાગ રાજકારણીઓ-લશ્કરી વડાઓની અમાનવીય નીતીઓને લીધે ભારત જ નહીં ખુદ પાકિસ્તાની પ્રજા ત્રસ્ત છે. 

એટલા માટે જ છેલ્લા બે વર્ષમાં લાખો પાકિસ્તાનીઓ પોતાનો દેશ છોડી અન્યત્ર સ્થાયી થાય છે અને સારી જિંદગી જીવે છે

બ્યૂરો ઓફ ઓવરસિઝ ઈમિગ્રેશનના રિપોર્ટ અનુસાર 2024માં સાત લાખ પાકિસ્તાનીએ પોતાનો દેશ છોડ્યો હતો

2023માં પાકિસ્તાન છોડનારાની સંખ્યા 2024 કરતા પણ વધારે 8.11 લાખ હતી

રિપોર્ટ અનુસાર પાકિસ્તાનીઓને સૌથી વધારે વિઝા સાઉદી અરબે આપ્યા હતા અને બીજા નંબરે સંયુક્ત રાષ્ટ્ર અમિરાત છે

રેઢિયાળ અર્થવ્યવસ્થા, મોંઘવારી, બેરોજગારી અને રાજકીય અસ્થિરતા અને દિશાવિહિન દેખાતા ભવિષ્યને લીધે પાકિસ્તાનીઓ વિશ્વના અન્ય દેશોમાં સ્થાયી થાય છે

માત્ર 24 કરોડના દેશમાં બે ટંકના ખાવાથી માંડી શિક્ષણ સુધીના તમામ સમસ્યાઓ છે, પણ દેશના સુકાનીઓ આતંકવાદ અને અરાજકતા જ ફેલાવે છે