ચીઝ એ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે
પણ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોંઘી ચીઝ કયું છે?
નહીં ને? ચાલો આજે અમે અહીં તમને દુનિયાના મોંઘા ચીઝ વિશે જણાવીશું
દુનિયાના સૌથી મોંઘા ચીઝની ખાસિયત અને કિંમત વિશે સાંભળીને તમે ચોંકી ઉઠશો
ચાલો જોઈએ ક્યાં મળે છે દુનિયાનું સૌથી મોંઘુ ચીઝ, કોણ બનાવે છે આ ચીઝ અને શું છે એની કિંમત-
દુનિયાના સૌથી મોંઘી ચીઝનું નામ છે પુલે ચીઝ અને તે યુરોપીય દેશ સર્બિયાના એક ફાર્મમાં બનાવવામાં આવે છ
ે
આ ચીઝની કિંમત 49,800 રૂપિયા પ્રતિ પાઉન્ડ હોય છે અને તે બાલ્કન ગધેડાના દૂધમાંથી બનાવવામાં આવે છે
આ ગધેડા એક દુર્લભ જાતિના ગધેડા હોય છે અને તેઓ એક દિવસમાં એકથી બે લિટર દૂધ આપે છે
જેને કારણે આ ચીઝનું ઉત્પાદન એકદમ મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે છે
આ ગધેડાનું દૂધ ભેગું કરવું પણ અઘરું છે, કારણ કે આ ગધેડાં અમુક જ વિસ્તારમાં મળે છે
આ ચીઝની કિંમત એટલી વધારે હોય છે કે ક્યારેક ક્યારેક તે માત્ર સુપર રિચ અને જાણીતી હસ્તીઓ દ્વારા ખર
ીદવામાં આવે છે
છે ને એકદમ કામની માહિતી? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...