ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ... નામ જાણશો તો... 

જો તમને કોઈ કહે કે ભારત જ નહીં પણ દુનિયાનું અમીર ગામ ગુજરાતમાં આવેલું છે એવું તો તમારામાં માન્યામાં આવે ખરું? 

એટલું જ નહીં પણ આ ગામની દર બીજી વ્યક્તિ અમીર છે, ચાલો તમને જણાવીએ આ ગામ વિશે...

ગુજરાત ભારતના ટોચના વેપારી કેન્દ્રોમાંથી એક છે અને આ જ ગુજરાતમાં આવેલું છે દુનિયાનું અમીર ગામ

કચ્છના માધાપરની ગણતરી એશિયાના સૌથી ધનવાન ગામમાં કરવામાં આવે છે

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર માધાપરમાં મોટાભાગની વસ્તી પટેલોની છે

32,000ની વસ્તીવાળા ગામમાં 17-18 બેંકો આવેલી છે અને આ બેંકોમાં 7,000 કરોડ રૂપિયાની આસપાસની ડિપોઝિટ છે

હજી વધુ બેંકો પોતાની શાખા આ ગામમાં ખોલવામાં રસ ધરાવે છે

વાત કરીએ આ ગામની જાહોજલાલી વિશે તો આ ગામની સમૃદ્ધિનું કારણ એવું છે કે અહીંના મોટાભાગના લોકો એનઆરઆઈ છે

દર વર્ષે આ વિદેશ જઈને વસેલાં લોકો ગામમાં આવેલી સ્થાનિક બેંકો અને પોસ્ટમાં પોતાની જમાપૂંજી જમા કરાવે છે

આ ગામમાં 20,000 ઘર છે અને આશરે 1,200 પરિવારો રહે છે અને આ ગામ એકદમ આધુનિક છે