નાણા વગરનો નાથિયો ને નાણે નાથાલાલ આ કહેવત આજના સમયમાં એકદમ ફીટ બેસે છે

એક સમયે સંયુક્ત પરિવાર અને સંબંધોને લીધે કામ ચાલી જતું, આજે પૈસા વિના એક દિવસ પણ સર્વાઈવ કરવુ શક્ય નથી

સ્પર્ધાના દૌરમાં પૈસા કમાવવા તો અઘરા છે, પણ સાથે ઘરખર્ચ કાઢી થોડા ઘણા બચાવવા તેનાથી પણ અઘરા છે

તો આજે અમે તમને એવી ટીપ્સ આપીશું જેનાથી તમે ઓછી આવકમાં પણ બચત કરી શકશો અને તમારે ઉછીના લેવાની જરૂર નહીં પડે

સૌથી પહેલા તો મહિનાના અંતમાં જે કંઈ પગાર કે આવક થાય તેમાંથી અમુક રકમ જુદી મૂકી દો

હવે ઈચ્છાઓ, જરૂરિયાતો અને અત્યંત જરૂરી વસ્તુઓની યાદી બનાવો અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં તે પૂરી કરો. એટલે કે ઈચ્છાઓને છેલ્લે રાખો

મહિનાના નહીં પણ રોજના ખર્ચનો હિસાબ રાખો અને દર અઠવાડિયે પરિવાર સાથે ચર્ચા કરી આવતા અઠવાડિયા માટેનો પ્લાન તૈયાર કરો

ઑનલાઈન શૉપિંગ, ક્રેડિટ કાર્ડ શૉપિંગ વગેરેમાં સંયમ વર્તો અને કેશબેક કે કુપન્સને પણ સમજદારીથી વાપરો

દર મહિને જેટલા પણ બચાવી શકતા હો તેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકો, સીધા શેર માર્કેટમાં કે અન્ય અસુરક્ષિત જગ્યાએ ન રોકો

એક મોટો વર્ગ છે જેમનો મહિનો જ આવકમાં પૂરો થતો નથી, છતાં જો થોડો વિચાર કરી સ્માર્ટ સેવિંગ્સ કરશો તો વર્ષે કંઈક તો હાથમાં રહેશે