ચહેરા પર જમા થતી ગંદકીને બહાર કાઢી, ત્વચાને સ્વસ્થ અને સાફ રાખવા માટે ચારકોલ માસ્ક ટ્રેન્ડમાં છે
બજારમાં મળતા માસ્કમાં કેમિકલ્સ હોવાના જ, તો ઘરે જ તમારા કિચનમાં પડેલી વસ્તુઓથી તમે માસ્ક બનાવી શકો છો
આ માટે તમારે કાચી હળદરના બે ત્રણ ગંઠા જોઈશે. જો કાચી ન હોય તો સ્ટોરમાંથી સૂકી હળદળના ગંઠા તો મળી જ જશે.
હળદર કાળી પડે ત્યાં સુધી શેકો અને ગેસ બંધ કરી ઠંડી પડવા દો. ત્યારબાદ તેને શક્ય હોય તો કૂટો અથવા મિક્સરમાં પિસી લો
આ પિસેલી હળદરમાં એક ટમેટાનો રસ, મધ અને કૉફી પાવડર ઉમેરો અને તેની પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડો
20-30 મિનિટ બાદ સ્વચ્છ પાણીથી ચહેરો સાફ કરી લો અને મોસ્ચોરાઈઝર કે કાચું દૂધ ચહેરા પર લગાવી લો
આ માસ્ક તમારી ડેડ સ્કીન કાઢી નાખશે અને ચહેરાની ગંદકી પણ દૂર કરશે આ સાથે ડાઘ, સોજા કે ખિલ પણ દૂર થશે
આ ઘરગથ્થું પ્રયોગ છે, એટલે નુકસાન થવાનો ભય ઓછો છે, છતાં તમારા બ્યુટી એક્સપર્ટને પૂછીને પ્રયોગ કરો તે સલાહભર્યુ છે.