ભારતીય થાળીમાં રોટલીનું ખાસ મહત્વ હોય છે અને રોટલી વિના થાળી અધૂરી ગણાય છે

પરંતુ આજે અમે અહીં ડાયાબિટીસના દર્દીઓ માટે કયા લોટની રોટલી ખાવી ફાયદાકારક છે એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ

સામાન્યપણે લોકોનું એવું માનવું છે કે જુવાર-બાજરીના લોટની રોટલી ખાવું હેલ્ધી માને છે

પણ હકીકતમાં એવું નથી હોતું, ડાયાબિટીક પેશન્ટ માટે રાગી એટલે કે નાચણીના લોટની રોટલી ખાવું લાભદાયી છે

નાચણીમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર જેવા પોષક તત્વો હોય છે

આ સિવાય આ લોટમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે જે એનિમિયા સામે લડવામાં મદદ કરે છે

રાગીની રોટલીનું સેવન કરવાથી બ્લડશુગર કન્ટ્રોલમાં રહે છે એટલે ડાયાબિટીસના દર્દી માટે આ રોટલી લાભદાયી નિવડે છે

નાચણીમાં કેલ્શિયમ પણ મોટા પ્રમાણમાં રહે છે, જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે

તેમાં રહેલું ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવે છે અને વજન ઘટાડવામાં પણ તે મદદરૂપ સાબિત થાય છે

આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...