આ ક્રિકેટરને થઈ હતી ફાંસીની સજા

ક્રિકેટજગત સાથે જોડાયેલા અને વિવાદોમાં ફસાયેલા ઘણા ક્રિકેટર ભારત અને વિશ્વમાં છે

પણ ક્રિકેટજગતના ઈતિહાસમાં એક એવો ક્રિકેટર છે જેને ફાંસીની સજા થઈ હતી

જોકે આ સજા તેને ક્રિકેટ નહીં, પણ વ્યક્તિગત જીવનમાં કરેલા ગુનાની સજારૂપે હતી

આ ક્રિકેટરે પત્નીને પિસ્તોલમાંથી સાત ગોળી છોડી વિંધી નાખી હતી

આનું કારણ પત્નીનો લગ્નેતર સંબંધ હોવાનું કહેવાય છે, જે મામલે ઘરમાં ઝગડો થયો ને ક્રિકેટરે આવેશમાં આ ગુનો આચર્યો

આ ક્રિકેટરનું નામ છે લેસ્લી હિલ્ટન, તે વેસ્ટ ઈન્ડિઝનો સફળ ફાસ્ટ બૉલર હતો અને 1926થી 1939 દરમિયાન ખૂબ નામ કમાયો હતો

1954માં તેણે પત્ની લેર્લિન રોઝની હત્યા કરી હતી 1955માં તેને કોર્ટે આપેલી સજા અનુસાર ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો

ક્રિકેટના ઈતિહાસમાં મૃત્યુદંડની સજા ભોગવનારો આ એક માત્ર ક્રિકેટર છે

ભારતીય ક્રિકેટર અને રાજકારણી નવજોત સિંહ સિદ્ધુએ 1988માં રોડ રેજમાં એક વૃદ્ધને માર્યા હતા અને પછીથી તેમનું મોત થયું હતું.

વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટે એક વર્ષ માટે સિદ્ધુને સખત જેલની સજા આપી હતી.

તો બીજી બાજુ 1990માં મુનીલાલ અને તેમના પત્નીની ઘરમાં ઘુસેલા ચોરોએ હત્યા કરી નાખી હતી.