ટ્રેન્ડમાં છે પાયલની આ ડિઝાઈન, જે જોઈ તમારા પિયુ મોહી પડશે...
પાયલ એ એક ઘરેણું જ નથી, જે તમારા પગની સુંદરતા વધારે છે
પાયલ એ તમારી ચાલમાં એક અલગ લય પણ ઉમેરવાનું કામ કરે છે
આજે આપણે પાયલની કેટલીક એવી સુંદર ટ્રેન્ડી ડિઝાઈન્સ વિશે જોઈશું
જે પગની સુંદરતા વધારવાની સાથે તમારા પિયુનું મનડું મોહી લેશે
ચેન સ્ટાઈલ પાયલ હાલમાં ટ્રેન્ડમાં છે અને રોજબરોજ પહેરવા બેસ્ટ ઓપ્શન છે
આ સિવાય સ્ટોન વર્કવાળી પાયલ માનુનીઓની પહેલી પસંદ બની રહી છે
કડાવાળી પાયલ દેખાવમાં થોડી જાડી અને ફંકી હોય છે, કંઈક નવું ટ્રાય કરવું હોય તો તે બેસ્ટ છે
મલ્ટીલેયર્ડ ચેનની જેમ મલ્ટી લેયર્ડ પાયલ પણ ફેસ્ટિવ સિઝનમાં ટ્રાય કરી શકાય
જો તમને એથનિક લુક જોઈતો હોય તો હેવી ઘુઘરીવાળી પાયલ પણ એક વિકલ્પ છે
જો તમને બઉ ચમકધમકવાળી પાયલ ન પસંદ હોય તો આ મિનિમલ લૂક પાયલ તમારા માટે જ છે
આજકાલ મોટી અને કુંદનવાળી પાયલ પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે
આ ફેસ્ટિવ સિઝન ટ્રાય કરો તમારી મનગમતી પાયલ અને રૂમઝૂમ કરતા ઉપડી જાવ...
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો