29 વર્ષની ઉંમરે કરોડોની સંપત્તિની આસામી છે આ અભિનેત્રી

સાઉથ અને બોલીવૂડ ફિલ્મોની ટૉપ એસ્ટ્રેસ બની ગયેલી રશ્મિકા મંદાના આજે તેનો 29મો જન્મદિવસ મનાવે છે 

5મી એપ્રિલ 1996ના રોજ કર્ણાટકના વિરાજપેટમાં જન્મેલી રશ્મિકા સાઉથ અને બોલીવૂડની ફિલ્મો પર રાજ કરી રહી છે

ફિલ્મ પુષ્પા-ધ રાઈઝથી હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરનારી રશ્મિકાએ એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી છે

તેની ફિલ્મ સિકંદર થિયટરોમાં ચાલી રહી છે અને રશ્મિકાનો અભિનય તેમાં વખણાયો છે

 હવે વાત કરીએ તેની સંપત્તિની તો અગાઉ એક ફિલ્મના ચાર કરોડ લેતી રશ્મિકા હવે 10 કરોડ લે છે

અભિનેત્રી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી આવક રળી રહી છે, ઘણી મોટી બ્રાન્ડ તેની પાસે છે

29 વર્ષની ઉંમરે તે 70 કરોડ જેટલી સંપત્તિની માલિક બની ગઈ છે, તેમ મીડિયા રિપોર્ટ્સ કહે છે.

રશ્મિકા પાસે બેંગલૉરમાં એક આલિશાન બંગલો છે અને મુંબઈ તેમ જ હૈદરાબાદમાં પણ મોટું ઘર છે

લક્ઝુરિયસ કારની શોખિન રશ્મિકા  પાસે Audi Q3, Range Rover Sport, Toyota Innova, Hyundai Creta અને  Mercedes-Benz C-Class જેવી મોંઘીદાટ કાર પણ છે

પુષ્પા સિરિઝની બે ફિલ્મો, એનિમલ, છાવા અને સિકંદર આમ હિન્દી ફિલ્મોજગતમાં તેણે અડ્ડો જમાવી દીધો છે

 એક્ટર વિજય દેવરકોંડા સાથે તેનાં અફેરની ચર્ચા તો છે, પણ હિરોઈન હાલમાં તો સિંગલ જ છે.