રેખાને તમે ઘણીવાર સેંથીમાં સિંદૂર પૂરેલી જોઈ હશે. રેખા વિધવા હોવા છતાં પણ સિંદૂર સાથે દેખાય છે
પણ માત્ર રેખા જ નહીં ફિલ્મીદુનિયા સાથે જોડાયેલી એવી ઘણી સેલિબ્રિટીઝ છે જે કુંવારી હોવા છતાં સેંથો પૂરે છે
આમાં સૌથી પહેલું નામ દિવંગત સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરનું આવે. 92 વર્ષે અલવિદા કહેનારા લતાજી અપરિણિત હતા
અભિનેત્રી-એન્કર તબ્બસુમે જ્યારે લતાજીને સિંદૂર કોના નામનો ભરો છો તેમ પૂછ્યું ત્યારે તેમણે સંગીતના નામનો તેમ કહ્યું હતું
કોરિયોગ્રાફર ગીતા કપૂર 52 વર્ષે અપરિણિત છે અને સોમવારે શિવપૂજા સમયે સેંથીમાં સિંદૂર પૂરે છે
38 વર્ષેની સિંગલ એક્ટ્રેસ પવિત્રા પુનિયા પણ સેંથો પૂરે છે. તેના કહેવા પ્રમાણે વ્રત અને પૂજાના ભાગરૂપે તે આમ કરે છે
અનુપ જલોટા સાથેના સંબંધોને લીધે પ્રકાશમાં આવેલી બિગ બૉસ કન્ટેસ્ટન્ટ જસલીન પણ સેંથીમાં સિંદૂર પૂરી જાહેરમાં દેખાય છે
ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી આમ્રપાલી દુબે પણ સિંગલ હોવા છતાં માંગમાં સિંદૂર ભરે છે, જેને લીધે તેનાં લગ્નની ચર્ચા પણ થઈ હતી
બીજી બાજુ હજારો સુહાગનો સેંથીમાં સિંદૂર પૂરવાનું કે મંગલસુત્ર પહેરવાનું પસંદ કરતી નથી. જેવી જેવી મરજી