આ સ્ટારકિડ્સે એક્ટિંગ કરિયરને મારી લાત
ફિલ્મીદુનિયામાં નેપોટિઝમનો દૌર છેલ્લા ઘણા સમયથી ચાલ્યો છે અને તેની ટીકા પણ એટલી જ થાય છે
પરિવારનું ફિલ્મી બેકગ્રાઉન્ડ હોય તો એકાદ બે સારી ફિલ્મો મળી જાય છે, ને પછી બ્રાન્ડ્સ ને સોશિયલ મીડિયાથી કમાણી થઈ જાય છે
પણ આજે એવા સ્ટારકિડ્સની વાત કરીશું જેમને બધુ જ તૈયાર બેઠા મળતું હોવા છતાં ફિલ્મી કરિયર પસંદ કર્યું નથી
પહેલું નામ કિંગ ખાન શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનું. આર્યન ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે
સંજય દત્તની દીકરી ત્રિશલા 37 વર્ષની થઈ છે અને તે લંડનમાં સાયકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવે છે
બચ્ચન પરિવારની દોહિત્રી નાવ્યા નવેલીએ પણ માતા શ્વેતાની જેમ એક્ટિંગ નહીં, પણ એન્ટરપ્રિનોર થવાનું પસંદ કર્યું છે
જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ પણ ભાઈ ટાઈગરની જેમ એક્ટિંગ નથી કરતી, તે ફિટનેસ ટ્રેનર છે
અનિલ કપૂરની દીકરી અને સોનમની બહેન રિયા સુંદર દેખાય છે, છતાં એક્ટિંગ નહીં પ્રોડ્યુસિંગમાં રસ ધરાવે છે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો