આ સાત યોગ તમારી પીઠનો દુઃખાવો ગાયબ કરી દેશે
સતત કોમ્પ્યુટર પર બેસવાથી, લાંબા પ્રવાસ, વજન વધારા કે પછી અન્ય કારણથી પીઠનો દુઃખાવો થવાની ફરિયાદો સતત થાય છે
જો તમે પણ આ દુઃખાવાથી પરેશાન હોય તો અમે તમને સાત સરળ યોગાસન સૂચવીએ છીએ, જે તમને ઘણે અંશે રાહત આપશે
શરૂઆત તમારે ફિંક્સ પોઝથી કરવાની છે. આ પૉસ્ચર લૉઅર બેકને એક્ટિવ કરે છે અને કમરના આસપાસના ભાગને સ્ટ્રેચ કરે છે
મલાસનઃ આ આસનથી કમર, સાથળ અને પાછળનો ભાગ સ્ટ્રેચ થાય છે. આમ કરવાથી તમારી પીઠને રાહત મળશે અને શરીરની ફ્લેક્સિબિલિટી વધશે
ઉત્તાસનઃ સ્કૂલમાં તમે પીટી પિરિયડમાં કર્યું હશે તે આસન આખા પાછળના ભાગને સ્ટ્રેચ કરે છે અને પીઠ દર્દમાં રાહત આપે છે
બાળાસનઃ આરામ આપતું આ આસન સાથળ અને પાછળના ભાગને સ્ટ્રેચ કરે છે, ઘૂંટણ અને પીઠને આરામ આપે છે. મનની શાંતિ માટે પણ આ આસન થાય છે
માર્જરાસનઃ આ આસન કરોડરજ્જુને ફ્લેક્સિબલ બનાવે છે અને પીઠને ટટ્ટાર રાખવામાં મદદ કરે છે
અપાનાસનઃ લૉઅર બેક પેન માટે આ આસન શ્રેષ્ઠ માનવામાં આવે છે. વજન ઉતારવામાં પણ મદદ કરે છે
અધોમુખ-શ્વાનાસાનઃ કરોડરજ્જુ સાથે ખભ્ભા, પીઠ અને હૈમસ્ટ્રિંગ મસલ્સને સ્ટ્રેચ કરે છે. જેનાથી પીઠને રાહત મળે છે
આ તમામ આસન જો નિયિમત, યોગ્ય રીતે કરવામાં આવે તો પીઠના દર્દમાં તો રાહત મળશે જ પણ સાથે શરીરને બીજા પણ ઘણા ફાયદા થશે
આ તમામ આસનો કરતા પહેલા તમે તમારા ફિઝિયોથેરાપિસ્ટ કે યોગશિક્ષકની સલાહ અને માર્ગદર્શન લો તે જરૂરી છે.