આ આદતો તમારું મૂલ્ય ઘટાડે છે

કેટલીક આદતો એવી હોય છે જેને લોકો પસંદ નથી કરતા અને એવા લોકોથી દૂર રહેવાનું જ પસંદ કરે છે

જો લોકો તમારાથી દૂર રહે છે કે તમારી સાથે સબંધ રાખવાનું ટાળે છે તો તેની માટે તમારી આદત જવાબદાર હોઈ શકે છે 

જો તમે બીજાની ખામીઓ દર્શાવો છો અને પોતાને શ્રેષ્ઠ બતાવો છો તો તે ખોટું છે

જો તમને બહુ બડાશ મારવાની આદત હોય તો પણ લોકો તમને પસંદ નહીં કરે

જો તમે સામાજિકતા ધરાવતા નથી કે તમારામાં અહંકાર છે તો લોકો તમારાથી દૂર રહેશે 

 જો તમે જૂઠું બોલો છો કે લોકો સાથે કાવતરા કરો છો તો લોકો તમને દૂર રાખશે

જો તમને પીઠ પાછળ બોલવાની આદત હોય તો લોકો તમારી સાથે દોસ્તી નહીં કરે

જો તમને બીજાના કામનું શ્રેય લેવાની આદત હોય તો પણ લોકો તમારાથી દૂર રહેશે 

 જો તમારામાં ઈર્ષાની ભાવના હશે તો પણ લોકો તમને પસંદ નહીં કરે