IPLમાં આ પાંચ બોલર્સે પાવર પ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ
ખેરવી છે
આવતા શનિવારથી IPL 2025ની શરૂઆત થશે, આ સિઝનમાં પણ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળે તેવી ચાહકોને આશા છે
વર્ષ 2008માં IPLમી પહેલી સીઝન યોજાઈ હતી, ત્યારથી દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે
આ દરમિયાન બોલર્સ પાવર પ્લેમાં વિકેટ લઇને બેટિંગ કરી રહેલી ટીમની કમર તોડી શકે છે
આ પાંચ બોલર્સના નામે પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે.
આ પાંચેય બોલર્સે પાવર પ્લેમાં કુલ મળીને અત્યાર સુધી 310 વિકેટ ખેરવી છે.
ભુવનેશ્વર કુમાર:
IPLમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભુવનેશ્વર કુમારના નામે છે, જેણે 175 ઇનિંગ્સમાં પાવરપ્લેમાં 72 વિકેટ લીધી છે.
ટ્રેન્ટ બોલ્ટ:
IPLના ઈતિહાસમાં પાવરપ્લે દરમિયાન બીજો સફળ બોલર ટ્રેન્ટ બોલ્ટ છે. તેણે 103 ઇનિંગ્સમાં પાવરપ્લે દરમિયાન 62 વિકેટ લીધી છે.
સંદીપ શર્મા:
પાવરપ્લેમાં સંદીપ શર્મા પણ ઘાતક સાબિત થયો છે, તેણે IPLમાં 122 ઇનિંગ્સમાં પાવર પ્લે 60 વિકેટ લીધી છે.
દીપક ચહર:
દીપક ચહરે 81 IPL ઇનિંગ્સમાં પાવરપ્લેમાં નવા બોલથી 58 વિકેટ લીધી છે.
ઇશાંત શર્મા:
આ યાદીમાં પાંચમા સ્થાને ઇશાંત શર્મા છે, જેણે 108 IPL ઇનિંગ્સમાં પાવરપ્લેમાં 58 વિકેટ લીધી છે.