ભારત હંમેશાં માટે શાંતિપ્રિય અને પ્રેમસંદેશ આપનારો દેશ રહ્યો છે, પરંતુ કમનસીબે પડોશી દેશ પાકિસ્તાન ગોળીઓની ભાષા જ સમજે છે

આપણામાંથી જ છૂટો થયેલો દેશ જ્યારે જ્યારે આપણી સાથે લડ્યો છે ત્યારે હાર્યો છે. આપણી સેનાએ તેને ધૂળ ચાટતો કર્યો છે

આ યુદ્ધો પર દરેક સમયે ફિલ્મો બની છે અને દેશદાઝની ભાવના સાથે બનેલી આ ફિલ્મો લોકોને ગમી છે. તો ચાલો જોઈએ કેટલીક સારી ફિલ્મોની યાદી

1971માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધને ઑપરેશન કેક્ટસ લીલી નામ આપવામાં આવ્યું હતું. જેના પર રાજકુમારની હિન્દુસ્તાન કી કસમ બની હતી

1971ના યુદ્ધની લોંગેવાલા રિજનની વાત લઈને જે.પી દત્તાની ફિલ્મ બોર્ડર આવી હતી. આ ફિલ્મ અને તેના ગીતોએ ભારે લોકપ્રિયતા મેળવી હતી

એલઓસી કારગીલ ફિલ્મ પણ જે પી દત્તાએ બનાવી હતી. જે 1999ના કારગીલ યુદ્ધ પર બની હતી. આ ફિલ્મ તેની લંબાઈને લીધે પણ ચર્ચામાં રહી.

કારગીલ યુદ્ધમાં ફતેહ હાંસલ કરવા ખૂબ જ યુવાન વયે શહીદ થનારા ભારતીય સૈનિક વિક્રમ બત્રાના જીવન પર શેરશાહ ફિલ્મ બની છે

1971ના યુદ્ધની પુષ્ટભૂમિ પર બનેલી ફિલ્મ ગાઝી અટેક 18 દિવસ સુધી ભારતીય નેવલ અધિકારીઓ પાણીની અંદર જંગ લડ્યો તેની કથા છે

પાકિસ્તાના મનસૂબાની જાસૂસી કરવા એક બાપ પોતાની દીકરીને પાકિસ્તાની સાથે પરણાવે છે અને દીકરી જાસૂસી કરે છે તેવી ફિલ્મ રાઝી પણ આ કેટેગરીમાં જ આવે

અક્ષય કુમારની સ્કાયફોર્સ 1965માં પાકિસ્તાન પર કરેલી પહેલી એર સ્ટ્રાઈક તો 2016માં ભારતે કરેલી એરસ્ટ્રાઈક પર ઉરી ફિલ્મ બની હતી

આવી ફિલ્મોની યાદી ઘણી લાંબી છે અને તેમાં જોવા મળતો દેશભક્તિનો માહોલ અને સંગીતને દર્શકોએ હંમેશાં વધાવ્યા છે.