આ ક્રિકેટરો અત્યાર સુધી દરેક IPL સિઝનમાં રમી ચૂક્યા છે

22મી માર્ચથી IPLની 18મી સિઝનની શરૂઆત થશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

વર્ષ 2008માં IPLમી પહેલી સીઝન યોજાઈ હતી, ત્યારથી દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે

3. શું તમે જાણો છો એવા કેટલા ખેલાડીઓ છે જેમણે IPLની અત્યાર સુધીની તમામ સિઝન રમી હોય, ચાલો એક નજર કરીએ

ખતરો કે ખિલાડી જેવા ટીવી શૉમાં પણ તેણે ભાગ લીધો અને મોડેલિંગ કર્યું, પણ તે માત્ર સેન્સેશન બનીને જ રહી ગઈ

દિનેશ કાર્તિક: 2008 થી IPLની તમામ સિઝન રમ્યો છે, ઘણી ફ્રેન્ચાઇઝીનો ભાગ રહ્યો. ગત સિઝનમાં RCB સાથે હતો. તેણે IPL અને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે.

શિખર ધવન: 2008 માં Delhi Daredevils થી IPL કારકિર્દીની શરૂઆત.  MI, Deccan Chargers, SRH અને PBKS નો ભાગ રહ્યો. ગત વર્ષે શિખરે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેર કરી હતી.

રિદ્ધિમાન સાહા: KKRથી IPL કારકિર્દીની શરૂઆત. બાદમાં તે CSK, KXIP, SRH અને GT તરફથી રમ્યો. આ વર્ષે સાહાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.

રોહિત શર્મા: અત્યાર સુધીની બધી સીઝનનો ભાગ રહ્યો, રોહિતની કેપ્ટનશીપ હેઠળ MIએ પાંચ IPL ટ્રોફી જીતી. તેણે Deccan Chargers સાથે એક ટ્રોફી જીતી છે. આ વર્ષે MI તરફથી રમશે.

વિરાટ કોહલી: IPLના ઇતિહાસમાં એકમાત્ર એવો ખેલાડી જે એક જ ફ્રેન્ચાઇઝી માટે તમામ સિઝન રમ્યો હોય, વર્ષ  2008 થી RCBનો ભાગ છે. જોકે, તે એક પણ IPL ટ્રોફી જીતી શક્યો નથી. 

એમ એસ ધોની:  2016 અને 2017 માં Rising Pune Supergiant  સુપરજાયન્ટનો પણ ભાગ હતો. બાકીની તમામ સિઝન CSK તરફથી રમ્યો, 18મી સિઝન તેની છેલ્લી સિઝન હોઈ શકે.