વિવાદાસ્પદ રિયાલિટી શો હોવા છતાં પણ બિગ બોસ શોને ઘણો પસંદ કરવામાં આવે છે.

આ શોમાં આવ્યા બાદ સ્પર્ધકો પણ ચર્ચામાં આવે છે. તેમને નામ, દામ, કામ મળે છે.

આજે અમે તમને એવા સ્પર્ધકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ હવે હયાત નથી, પણ ચાહકો તેમને યાદ કરે છે.

સિદ્ધાર્થ શુક્લઃ બિગ બોસ સીઝન 13નું ટાઈટલ જીતનાર સિદ્ધાર્થે માત્ર 40 વર્ષની ઉંમરે આ ફાની દુનિયા છોડી દીધી

પ્રત્યુષા બેનરજીઃ બિગ બોસનો ભાગ રહી ચૂકેલી 'બાલિકા વધૂ' ફેમ અભિનેત્રીએ 2016માં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. 

સ્વામી ઓમઃ બિગ બોસ 10ના પ્રતિભાગી સ્વામી ઓમ સલમાન ખાનના શોના સૌથી વિવાદાસ્પદ સ્પર્ધક હતા.

જેડ ગુડીઃ હોલીવુડ રિયાલિટી શો બિગ બ્રધર અને બિગ બોસની બીજી સિઝનમાં ભાગ લેનારી જેડનું કેન્સરથી નિધન થયું હતું

 સોનાલી ફોગાટઃ બિગ બોસ સીઝન 14 ની સ્પર્ધક સોનાલી ફોગાટ પણ હવે નથી.

 જયશ્રી રામૈયાઃ બિગ બોસ કન્નડનો ભાગ રહી ચૂકેલી જયશ્રીનું નામ આ લિસ્ટમાં આવે છે.

સોમદાસ ચિત્તનૂરઃ બિગ બોસ મલયાલમમાં જોવા મળેલા સોમદાસ ચિત્તનુર પણ હવે નથી રહ્યા