વર્ષ 2024 સરી જવા આવ્યું છે ત્યારે આ વર્ષમાં ઘણા કલાકાર રત્નો પણ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા છે

ગઝલ સમ્રાટ તરીકે સૌના હૃદય પર વર્ષો સુધી રાજ કરનારા પંકજ ઉધાસ 26 ફેબ્રુઆરીના રોજ 72 વર્ષની ઉંમરે અવસાન પામ્યા

એક મહિના પહેલા 5મી નવેમ્બરે ખૂબ જ જાણીતાં બિહારી ગાયિકા, શારદા સિન્હાએ અંતિમ શ્વાસ લીધા.

અનેક ફિલ્મો, ટીવી સિરિયલ અને નાટકોથી પોતાની અભિનયકલાના પારખાં કરવનારા અતુલ પરચૂરેએ 14મી ઑકટોબરે દુનિયાને આવજો કહી દીધું

ટેલિવિઝન અને રિયાલિટી શૉનો જાણીતો ચહેરો એવા ઋતુરાજનું 19 ફેબ્રઆરીના રોજ 59 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

ટીવીજગતનો જાણીતો ચહેરો વિકાસ સેઠી હૃદયરોગના હુમલાથી માત્ર 48 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યો, તો ટીવી અભિનેત્રી ડોલી સોહી કેન્સરનો ભોગ બની

દંગલ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે ઘરઘરમાં જાણીતી થયેલી સુહાની ભટનાગર માત્ર 19 વર્ષની ઉંમરે સૌને આંચકો આપી ચાલી ગઈ

ઈન્ડિયન ફેશનને ગ્લોબલ સ્ટેજ પર લઈ જનારા સેલિબ્રેટેડ બોલીવૂડ ફેશન ડિઝાઈનર રોહીત પાલ 1લી નવેમ્બરે મૃત્યુ પામ્યા

ઉડાન સિરિયલથી ઘરે ઘરે પહોંચેલી કવિતા ચૌધરીએ 15 ફેબ્રઆરીના રોજ 67 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

ફિલ્મ નિર્માતા, પ્રોડ્યુસર અને રામોજીરાવ સ્ટૂડિયોની ભેટ ફિલ્મજગતને આપનારા રામોજી રાવનું નિધન 8મી જૂનના રોજ થયું. તેઓ 87 વર્ષના હતા

ટીવીજગતના જાણીતા અભિનેત્રી આશા શર્માનું નિધન પણ 87 વર્ષની ઉંમરે 25 ઑગસ્ટના રોજ થયું

આ સાથે વૉઈસ ઓફ મુકેશ તરીકે જાણીતા કમલેશ અવસ્થી અને આવાઝ કી દુનિયા કે દોસ્ત અમીન સાયાની પણ આ વર્ષમાં દુનિયાને અલવિદા કહી ગયા

આ તમામ સિતારાઓ ભલે પોતાનો નશ્વર દેહ છોડ ચાલ્યા ગયા હોય પરંતુ તેમની કલાના જોરે તેઓ લાંબા સમય માટે લોકોના સ્મરણોમાં રહેશે