હેડિંગ વાંચીને તમને પણ એવું થઈ ગયું હશે ને કે ભાઈ દુનિયાના મોંઘામાં મોંઘા ચંપલ કેટલાના હશે?
આજે અમે અહીં તમને દુનિયાના પાંચ સૌથી મોંઘા પગરખાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ
આમાંથી એક પગરખાંની કિંમતમાં તો તમે વિમાન ખરીદી શકો એમ છો, ચાલો જોઈએ કયા છે જૂતા અને શું છે એની ખાસિયત-
સૌથી મોંઘા શૂઝની યાદીમાં પહેલાં સ્થાને આવે છે પેશન ડાયમંડ શૂઝ, જેની કિંમત 17 મિલિયન ડોલર એટલે કે આશરે 1,400 કરોડ રૂપિયા છે
આ ચંપલમાં 200થી વધુ હીરા જડવામાં આવ્યા છે અને તેને યુએઈમાં બનાવવામાં આવ્યા છે
બીજા નંબરે આવે છે ડેબી વિંઘમ હાઈ હિલ્સ
, જેની કિંમત છે 15.1 મિલિયન ડોલર એટલે કે 1,200 કરોડ રૂપિયા છે
આ હેન્ડમેડ શૂઝમાં પિંક તેમ જ બ્લ્યુ ડાયમંડ જડવામાં આવ્યા છે અને સોનાથી કામ કરવામાં આવ્યું છે
હેરી વિન્સ્ટન રૂબી પર્લ ત્રીજા સૌથી વધુ મોંઘા શૂઝમાંથી એક છે, જેની કિંમત ત્રણ મિલિયન ડોલર એટલે 250 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે
ચોથા નંબરે આવે છે સ્ટુઅર્ટ વેટઝમેન રીટા હેવર્થ હિલ્સ. આ શૂઝની કિંમત પણ 3 મિલિયન ડોલર એટલે કે 250 કરોડ રૂપિયા જેટલી છે
આ શૂઝને રીટા હેવર્થના ઝુમખાંથી સજાવવામાં આવ્યા છે અને તેમાં હીરા, રૂબી અને નીલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે
પાંચમા નંબરે આવે છે સ્ટુઅર્ટ વેટઝમેન સિન્ડ્રેલા સ્લીપર્સ
. જેની કિંમત 2 મિલિયન ડોલર એટલે કે આશરે 165 કરોડ રૂપિયા છે