બજારમાં હાલમાં આલુ બુખારા રેકડીઓ ભરાઈને ઠલવાઈ રહ્યા છે, તમે પણ ઘરે લાવ્યા હશો
સ્વાદમાં ખટમીઠા આલુ બાળકોથી માંડી તમામને પ્રિય છે, અંગ્રેજીમાં તેને plums કહેવાય છે
આ આલુ સ્વાદમાં જેટલા મસ્ત છે તેટલા જ ફાયદાકારક સ્વાસ્થ્ય માટે છે, ચાલો જાણીએ આલુના ફાયદા
આલુમાં કેલરી ઓછી છે અને ફાયબર ભરપૂર છે, જેથી આલુ ખાવાથી પેટ ભરાયેલું રહે છે અને ઓવરઈટિંગ નથી થતું
આલુ ફાયબરથી ભરપૂર હોવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે, પેટ સાફ આવે છે
આલુ સ્વાદમાં મીઠા છે પણ તેનું ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછું છે, આથી ડાયાબિટિસના પેશન્ટ પણ ખાઈ શકે છે
આલુમાં વિટામિન C, એન્ટિઓક્સિડેન્ટ્સ અને ફાયટોન્યુટ્રિઅંટ હોય છે, જે ત્વચા માટે પણ લાભદાયી છે
આલુમાં બોરોન અને વિટામિન K હોવાથી હાડકાની મજબૂતી માટે પણ સારા માનવામાં આવે છે
દરેક ફળ તેની સિઝનમાં, પ્રાકૃતિક રીતે પકાવેલા હોય તો તો તેને ખાવામાં ફાયદા જ હોય છે, છતાં તમારા નિષ્ણાતને પૂછજો