વાત જ્યારે મહારાષ્ટ્રના સૌથી મોટા શહેરોની થઈ રહી હોય ત્યારે સૌથી પહેલાં વિચાર આવે કે આ યાદીમાં આમચી મુંબઈ કયા નંબર પર આવે?
જો તમને પણ આ સવાલ થઈ રહ્યો હોય તો ચાલો આજે તમને જણાવીએ મહારાષ્ટ્રના છ મોટા શહેરો વિશે-
આ યાદીમાં મુંબઈ સૌથી પહેલાં નંબર પર આવે છે, મુંબઈ મહારાષ્ટ્ર જ નહીં પણ દેશનું સૌથી મોટું શહેર છે.
મુંબઈએ દેશની આર્થિક રાજધાની તો છે જ પણ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, મોટી મોટી ઇમારતો અને નાઈટ લાઈફ મુંબઈની ઓળખ છે
મુંબઈ
પુણે મહારાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. એજ્યુકેશન હબ હોવાની સાથે સાથે જ પુણે મહારાષ્ટ્રનું કલ્ચરલ કેપિટલ પણ છે
પુણે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનું નાગપુર કે જે ઓરેન્જ સિટીના નામે ઓળખાય છે તે ત્રીજા નંબરે આવે છે
રાજ્યના ચોથા નંબરનું સૌથી મોટું શહેર છે નાશિક. નાશિક પોતાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ માટે જાણીતું છે. 12 વર્ષે અહીં એક વખત કુંભમેળો ભરાય છે
નાશિક
સંભાજી નગર (ઔરંગાબાદ) આ યાદીમાં પાંચમા નંબરે આવે છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અજંતા અને ઈલોરાની ગુફાઓ પણ અહીં આવેલી હોય છે
સંભાજી નગર (ઔરંગાબાદ)
થાણે રાજ્યનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે. સ્માર્ટ સિટી પ્લાન હેઠળ અહીં અનેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે
થાણે
અહીંયા તમારી જાણ માટે કે સૌથી મોટા શહેરની ગણતરી શહેરની વસતીના આધારે કરવામાં આવી છે, ક્ષેત્રફળના આધારે નહીં...