કાયદો બધા માટે સરખો છે અને તે ન્યાયે બોલીવૂડની અમુક અભિનેત્રીઓએ જેલની હવા પણ ખાધી છે

તો બીજી બાજુ એવી અભિનેત્રીઓ પણ છે જેમના પર ગંભીર ગુનાના આરોપો સાબિત થયા, પણ જેલથી બચી ગઈ

આ મામલે સૌથી જાણીતું નામ રિયા ચક્રવર્તીનું છે. સુશાંત સિંહ રાજપૂરની ગર્લફ્રેન્ડ રિયા 28 દિવસ જેલમાં રહી

સુશાંતના પરિવારે તેનાં પર આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ ડ્રગ્સ સાથે સંકળાયેલા મામલામાં તેને જેલ થઈ હતી

આવી જ રીતે મોનિક બેદી બનાવટી દસ્તાવેજોના કેસમાં મોનિકા બેદી પણ જેલની હવા ખાઈ ચૂકી છે

 ગેંગસ્ટર અબુ સાલેમ સાથેના તેનાં સંબંધો અને જેલમાં તેમના લગ્નની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું

ડ્રગ ડિલર વિકી ગૌસ્વામી સાથે સંકળાયેલી અભિનેત્રી મમતા કુલકર્ણી પણ લાંબો સમય જેલમા ગાળી ચૂકી છે

કોસ્ચ્યુમ પર ઓમ નમઃ શિવાય લખી ફોટો શૂટ કરનારી અભિનેત્રી સોનાલી બેન્દ્રેનો અરેસ્ટ વોરંટ નીકળી ચૂક્યો હતો

સદનસીબે તેને તે દિવસે જ જામીન મળી ગયા. ત્યારબાદ તે ચિંકારાના શિકારાના કેસમાં પણ ફસાઈ હતી

પીઢ અભિનેત્રી જયા પ્રદા પણ જેલ જતા જતા બચી હતી. ESI સાથેનો નાણાકીય વ્યવહાર કારણ હતું