દુનિયાનું અનોખુ શહેર જ્યાં બીમાર થવા પર છે પ્રતિબંધ
દરેક દેશમાં અલગ અલગ વસ્તુઓ પર પ્રતિબંધ હોય છે ક્યાંક નોનવેજ ખાવા પર તો ક્યાંક લોકોને જવાનો પ્રતિબંધ હોય છે
પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે દુનિયામાં એક એવું શહેર છે જ્યાં લોકોના બીમાર થવા પર પ્રતિબંધ મૂકવામાં
આવ્યા છે
દ. ઇટાલીમાં નાનું શહેર છે બેલકાસ્ટ્રો. આ શહેરના મેયરે બીમાર પડવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે
મેયર કહે છે કે આના દ્વારા અમે શહેરમાં આરોગ્ય સેવાઓને નબળી સ્થિતિ તરફ ધ્યાન દોરવા માંગીએ છીએ
બેલકાસ્ટ્રોની શહેરની કુલ વસ્તી 1300 જેટલી છે, જેમાં અડધાથી વધુ લોકો વૃદ્ધ છે
આ શહેરમાં આરોગ્ય કેન્દ્ર છે પણ તે બંધ જ રહેતું હોય છે.
રજાના દિવસે, ઈમરજન્સીના સંજોગોમાં કે રાતના સમયે અહીંયા કોઈ ડોક્ટર ઉપલબ્ધ હોતો નથી
અહીંથી સૌથી નજીકની ઇમરજન્સી સેવા 45 km દૂરના શહેરમાં છે તેથી સાવચેતી માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે
મેયરે કહ્યું હતું કે લોકોએ ઘરે આરામ કરવો અને અકસ્માતોથી બચવું જોઇએ, ઘરની બહાર ના નીકળવું જોઇએ
તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી શહેરમાં જાહેર સ્વાસ્થ્ય કેન્દ્ર નિયમિત રીતે શરૂ ના થાય ત્ય
ાં સુધી આદેશ જારી રહેશે