નવા સમય સાથે જીવનશૈલીમાં પણ ઘણું નવું ઉમેરાય છે, જેની અસર આપણી ખાવા-પીવાની ટેવો પર પણ પડે છે.
એક સમયે સવારે કાઢેયલી દૂધવાળી ચા પીધા વિના દિવસ ઉગતો નહીં, પરંતુ આજે ઘણા લોકો દૂધ વિનાની ચા-કોફી પીવાનું પસંદ કરે છે
ગ્રીન ટી અથવા હબર્લ ટી પીવાનું શરીર અને મનના આરોગ્ય માટે સારું છે, પરંતુ તેના અમુક નિયમો છે જે ધ્યાનમાં રાખવા જોઈએ
હર્બલ ટી પીવાનો શોખ હોય તો ખાંડ કે મધ વિનાની જ પીવાની રાખો. આનાથી ચાના કેલરી કાઉન્ટ વધી જાય છે
હર્બલ ટીમાં દૂધ ઉમેરવાની ભૂલ ન કરશો. આમ કરવાથી પાચનની સમસ્યા ઊભી થશે
વધારે પડતી હર્બલ ટી પીવાથી પેટની સમસ્યા, ઊંઘની સમસ્યા ઊદ્ભવી શકે છે. દિવસમાં એકાદ કપ હર્બલ ટી પી શકાય
સામાન્ય રીતે ચા જેટલી ઉકાળો તેટલી સ્વાદિષ્ટ બને, પરંતુ હર્બલ ટી ને પાંચ મિનિટ કરતા વધતા ન ઉકાળતા
જો તમને કોઈ એલર્જી હોય તો હર્બલ ટીથી દૂર રહો. અમુક ઐષધીઓ જો ન માફક આવે તો એલર્જી થાય છે
આ મામલે તમે તમારા નિષ્ણાતોની સલાહ અનુસરો તે હિતકારી છે.