સુંદર, કાળા અને લાંબા વાળ મેળવવા માટે યુવતીઓ અને મહિલાઓ જાત જાતના નુસખા અજમાવે છે
પરંતુ શું તમને એ વાત ખબર છે કે તમારા હેરની હેલ્થ તમે અઠવાડિયામાં કેટલો સમય હેર વોશ કરો છો એના પર પણ નિર્ભર કરે છે?
ક્લીન અને હેલધી હેર તમારી સુંદરતામાં તો વધારો કરે જ છે, પણ તમારા કોન્ફીડન્સમાં પણ વૃદ્ધિ કરે છે
ચાલો આજે તમને જણાવીએ તમારા હેર ટાઈપ પ્રમાણે કયુ અને કેટલા દિવસે શેમ્પૂ કરવું તમારા માટે યોગ્ય છે?
જો તમારા હેર ઓઇલી છે તો તમારે થોડો વધુ શેમ્પૂ કરવો જોઈએ, પણ જો તમારા હેર ડ્રાય છે તો તમારે ઓછું શેમ્પૂ કરવું જોઈએ
તમારા વાળ ઝડપથી ઓઈલી અને ચીકણા થઈ જાય છે તો તમારે દર બે દિવસે હેર વોશ કરવું જોઈએ, જેનાથી ઍક્સેસ ઓઇલ નીકળી જાય છે
ડ્રાય હેર હોય તો અઠવાડિયામાં એક કે વધુમાં વધુ બે વખત શેમ્પૂ કરવા જોઈએ, દરરોજ હેર વોશ કરવાથી તમારા વાળમાં રહેલું નેચરલ ઓઈલ ઘટી જાય છે
નોર્મલ હેર હોય એવા લોકોએ અઠવાડિયામાં 2 3 વખત શેમ્પૂ કરવું જોઈએ, જેને કારણે હેરમાં સંતુલન જળવાઈ રહે છે
જે લોકો જીમમાં જાય છે અને પરસેવાને કારણે જેમના હેર ચીકણા થાય છે એવા લોકોએ દરરોજ શાવર લેતી વખતે હળવા શેમ્પૂથી હેર વોશ કરવા જોઈએ
શેમ્પૂ કરતી વખતે શેમ્પૂને સીધું વાળમાં લગાવવાને બદલે પાણીમાં મિક્સ કરીને લગાવવું જોઈએ
સોફ્ટ સિલ્કી હેર માટે તમારા હેર ટાઈપ અનુસાર અને લાઈફસ્ટાઈલ પ્રમાણે હેર વોશ કરવા જોઈએ