ચોકલેટ્સ તો નાના મોટા સૌને ભાવે છે, અલબત્ત દરેકની પસંદગી અલગ અલગ હોય છે

કોઈને એકદમ ડાર્ક કડવી ચોકલેટ પસંદ હોય છે, કોઈને નટ્સવાળી તો કોઈને પ્લેન અને માઈલ્ડ ચોકલેટ પસંદ હોય છે

પરંતુ શું તમને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ અને તેની કિંમત ખબર છે, નહીં ને? ચાલો જાણીએ-

ટોઆક ચોકલેટ કોકો બીન્સમાંથી બને છે, જેની કિંમત 22,000 રૂપિયા હોવાનું કહેવાય છે

અમેદેઈ પોર્સેલાના ચોકલેટ અને 50 ગ્રામની કિંમત છે 7500 રૂપિયા

નિપ્સચિલ્ડટ નામની ચોકલેટ અમેરિકામાં મળે છે અને તેના એક ટ્રફલની કિંમત આશરે 21,000 રૂપિયા હોવાનું કહેવાય છે

યુએસમાં જ મળતી ફેવ ચોકલેટ પણ દુનિયાની મોંઘી ચોકલેટમાંથી એક છે. 70 ગ્રામ ચોકલેટની કિંમત 8500 રૂપિયા છે

 શર્ફેન બર્ગર નામની આ ચોકલેટ પણ અમેરિકાની જ છે અને તેની કિંમત 2500 રૂપિયા છે

પિયર માર્કોલીની ચોકલેટની કિંમત પણ 5000 રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે

વેનેજયુએલામાં બનતી આ અમેદેઈ ચૂઆઓ ચોકલેટ કોકો બીન્સમાંથી બને છે અને તેની કિંમત આશરે 7000 રૂપિયા છે

ફ્રાન્સમાં મળતી કોકો બેરી નામની આ ચોકલેટ કિંમત પણ 3400 રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે

બેલ્જિયમમાં મળતી ગોડિવા નામની ચોકલેટ પણ દુનિયાની મોંઘી ચોકલેટ્સમાંથી એક છે, જેની કિંમત પણ 3400 રૂપિયાની આસપાસ છે