ગમે તેટલી સારી ફિલ્મોને થિયેટર અને પ્રાઈમ ટાઈમ સ્લોટ મળે તે જરૂરી છે, પરંતુ આ સૌથી અઘરી કસરત નિર્માતાઓ માટે હોય છે

જો ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ ખાસ કોઈ કમાલ ન દેખાડે તો બીજા અઠવાડિયે થિયેટરો મળવા મુશ્કેલ થઈ જાય છે 

ત્યારે આજે એવી ફિલ્મોની વાત કરીશું જે એક કરતા પણ વધારે વર્ષો સુધી થિયેટરમાં ટકી રહી એટલો દર્શકોએ તેને પ્રેમ કર્યો. 

 શરૂઆત દાદામુની અશોક કુમારની ફિલ્મ કિસ્મતથી. બે લાખમાં બનેલી અને 1 કરોડની કમાણી કરનારી ફિલ્મ થિયેટરમાં 3 વર્ષ ચાલી હતી

શૉ મેન રાજ કપૂરની બરસાત ફિલ્મ થિયેટરમાં બે વર્ષ ચાલી હતી. આ ફિલ્મનું નિર્દેશન પણ રાજ કપૂરે કર્યું હતું

 દિલીપ કુમાર અને મધુબાલાની મુગલ-એ-આઝમ થિયેટરમાં 150 અઠવાડિયા ચાલી હતી. ફિલ્મ તેના સેટ્સ માટે આજે પણ વાહવાહી મેળવે છે

સલમાન અને ભાગ્યશ્રીની લવસ્ટોરી મૈને પ્યાર કીયા 50 અઠવાડિયા થિયેટરોમાં રહી હતી. ફિલ્મમાં પાછળથી અંતાક્ષરીની સિકવન્સ ઉમેરવામાં આવી હતી

હમણા જ રિ-રિલિઝ થયેલી રીતિક રોશનની ડેબ્યુ ફિલ્મ કહો ના પ્યાર હૈ અને આમિર-કરિશ્માની રાજા હિન્દુસ્તાની એક વર્ષ સુધી થિયેટરોમાં ચાલી

અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની સુપરહીટ શોલેએ સૌને પાછળ મૂકી દીધા અને તે સતત પાંચ વર્ષ સુધી થિયેટરોમાં ચાલી હતી

જોકે બચ્ચનની ફિલ્મનો રેકોર્ડ શાહરૂખ-કજોલની દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેએ તોડ્યો કારણ કે ફિલ્મ 1995થી હજુ ચાલે છે 

હાલમાં આ ફિલ્મ મુંબઈના એકમાત્ર મરાઠા મંદિર થિયેટરમાં જ ચાલે છે. કોરોના સમયે થિયેટરો બંધ હોવાથી ફિલ્મનો શૉ રન થયો ન હતો.