ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલું આગળ વધી ગયું છે કે નહીં પૂછો વાત અને એને જ કારણે ઈમારતોની ઊંચાઈ અને માળખામાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે
આજે આપણે અહીં વાત કરીશું દુનિયાની સૌથી ઊંચી દસ ઈમારતો વિશે અને એમાં મેરા ભારત મહાનનો નંબર કેટલામો છે એ વિશે-
સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે દુનિયાની ટોપ ટેન ઊંચી ઈમારતોમાં ભારતનો નંબર દૂર દૂર સુધી નથી. ચાલો જોઈએ કઈ કઈ ઈમારતો છે આ યાદીમાં-
આ યાદીમાં દસમા નંબર પર આવે તયાનજિંગ સીટીએફ ફાઈનાન્સ સેન્ટર. આ ઈમારતની ઊંચાઈ 1739 ફૂટ જેટલી છે
આગળ વધીએ અને વાત કરીએ નવમા નંબર પર આવતી ઈમારતની, સીઆઈટીઆઈસી બિલ્ડંગ એની ઊંચાઈ 1731 ફૂટ જેટલી છે
આઠમા નંબર પર આવે છે ગુઆંગજાઉ સીટીએફ ફાઈનાન્સ સેન્ટર. જેની ઊંચાઈ પણ 1739 ફીટ છે, અને એમાં હોટેલ, ઓફિસ તેમ જ એપાર્ટમેન્ટ આવે છે
ન્યૂયોર્ક સિટીનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર 1776 ફીટ સાથે સાતમા નંબર પર આવે છે. આ ઈમારતની ગણતરી દુનિયાની સૌથી સુંદર ઈમારતોમાં પણ થાય છે
દક્ષિણ કોરિયાના સોલમાં બનેલું વર્લ્ડ ટાવર 1818 ફીટની ઉંચાઈ સાથે આ યાદીમાં છઠ્ઠા સ્થાને આવે છે
પાંચમા નંબર પર શેનજેનમાં બનેલું પિંગ એન ફાઈનાન્સ સેન્ટર નામની ઈમારત આવે છે જેની ઉંચાઈ 1965 ફૂટ જેટલી છે
મક્કાનું રોયલ ક્લોક ટાવર દુનિયાની ચોથા નંબરની ઊંચી ઈમારત છે, આ ઈમારતની ઉંચાઈ 1972 ફીટ છે
ત્રીજા નંબરે આવે છે શાંઘાઈ ટાવર, જેની ઉંચાઈ 2073 ફીટ છે અને તે પણ દુનિયાની સૌથી ઊંચી ઈમારતોમાંથી એક છે
બીજા નંબરે આવે છે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં બનેલી મેર્ડેકા 118 નામની ઈમારત છે, જેની ઉંચાઈ 2227 ફીટ જેટલી છે
અને પહેલાં નંબર આવે છે દુબઈનું બુર્જ ખલીફા. 2717 ફીટની ઉંચાઈ સાથેની આ દુનિયાની સૌથી ઊંચી ઈમારત આવે છે