ચોમાસામાં દહીં-છાશ આહારમાં લો પણ આ ધ્યાન રાખો

ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં દહીં અને છાશ બારેમાસ ખાવામાં આવે છે, રોજના ભોજનનો એક ભાગ છે

પણ એક મોટો વર્ગ આ મામલે મુંઝવણમાં રહે છે ગરમીમાં લાભદાયી એવા દહીં-છાશ ચોમાસામાં નુકસાન તો નહીં કરે ને?

તો ચાલો જાણીએ વરસાદી માહોલમાં પણ તમે આહારમાં દહી અથવા છાશ સામેલ કરી શકો કે નહીં?

દહીં છાશ બન્નેમાં પ્રોબાયોટિક, કેલ્શિયમ, વિટામિન બી-12, પ્રોટીન તેમ જ પાણીનો સોર્સ હોવાથી તે લાભદાયી છે

ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને ગરમી બન્ને હોવાથી અમુક વસ્તુઓમાં બેક્ટેરિયા વધારે જોવા મળે છે, તેથી તે ન ખાવા જોઈએ

પણ દહીં છાશનું સેવન તમે કરી શકો છો, શરત માત્ર એટલી છે કે તમારે સવારના બ્રેક ફાસ્ટ કે બપોરના લંચ સાથે લેવા

ગટ હેલ્થ માટે સારા દહીં-છાશ રાત્રે ન લેવા કારણ કે ઘણાને તેનાથી શરદી-ઉધરસ તેમ જ સાંધામાં દુઃખાવો થઈ શકે છે

આ સાથે ફ્રીજમાં મૂકેલા દહીં-છાશ અથવા કોઈપણ ભોજન ચોમાસામાં ખાસ ટાળવા. માત્ર તાજો આહાર જ લેવાનો આગ્રહ રાખવો

 દરેક ઋતુ અનુસાર અને દરેકે પોતપોતાની તાસિર અનુસાર આહાર લેવાનો હોય છે, આથી તમે નિષ્ણાતની સલાહ લેજો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...