દર વર્ષે 21મી માર્ચના દિવસને વર્લ્ડ ફોરેસ્ટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે
ત્યારે ચાલો આજે જાણીએ કે ભારતમાં આવેલું સૌથી ગાઢ જંગલ ક્યાં આવેલું છે અને દુનિયાના ગાઢ જંગલમાં ભારતનો નંબર કેટલામો છે
ભારતનું સૌથી મોટું અને ગાઢ કહી શકાય એવું જંગલ સુંદરવન છે
પશ્ચિમ બંગાળમાં આવેલું આ જંગલ જંગ ગંગા નદીના ડેલ્ટા પર સ્થિત છે
એટલું જ નહીં પણ તમને જાણીને લાગશે કે સુંદરવન એ એક મોટું ટાઈગર રિઝર્વ પણ છે, જ્યાં રોયલ બેંગાલ ટાઈગર્સ જોવા મળે છે
આ જંગલની ગણતરી ભારતના સૌથી ખતરનાક જંગલોમાં કરવામાં આવે છે
આશરે 10,000 સ્ક્વેયર કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ જંગલમાં આવ્યા બાદ તમને એક અલગ દુનિયામાં પહોંચ્યા હોવાનો અહેસાસ થાય છે
સુંદરવનની ઓળખ વિશે વાત કરીએ તો તે રોયલ બેંગાલ ટાઈગર સિવાય ખારા પાણીના મગરમચ્છ છે
વાત કરીએ દુનિયાના ગાઢ જંગલોની યાદીમાં કયા નંબરે આવે છે એની તો દુનિયાનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું જંગલ છે
આ જંગલ ભારતથી લઈને બાંગ્લાદેશ સુધી ફેલાયેલું છે
આજે વર્લ્ડ ફોરેસ્ટ ડે પર ભારતના આ સુંદર જંગલ વિશે જાણીને આનંદ થયો ને?
આવી જ બીજી રસપ્રદ માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો...