વહેલી સવારે સૂરજનો હળવો તાપ લેવાનું તબીબી વિજ્ઞાનથી માંડી આયુર્વેદ ચિકિત્સામાં પણ લાભદાયક માનવામાં આવે છે
સામાન્ય રીતે શરીરમાં વિટામિન ડીની માત્રા યોગ્ય પ્રમાણમાં રહે તે માટે સૂર્યનો તાપ લેવાનું કહેવામાં આવે છે
પરંતુ આજે આપણે આ સિવાયના એવા મહત્વના ફાયદાઓની વાત કરવાની છે, જે નિષ્ણાતો કહી રહ્યા છે
સૂર્યનો પ્રકાશ શરીરને મળવાથી બ્લડપ્રેસર નિયંત્રણમાં રહે છે, હૃદયના ધબકારા પણ નિયમિત રહે છે
આ કારણે જ ઠંડીમાં હૃદયરોગની સમસ્યા વધી જાય છે જ્યારે ગરમીના દિવસોમાં હૃદય વધુ સ્વસ્થ રહે છે
સૂર્યપ્રકાશ રોગપ્રતિકારક શક્તિ વધારે છે, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, એક્ઝિમા અને સોરાયસિસના દરદીઓને રાહત મળે છે
અલ્ટ્રાવાયલેટ પ્રકાશ શરીરમાં સેરોયોનિનનું સ્તર વધારે છે, જે મૂડ બનાવે છે અને શરીરને એક્ટિવ રાખે છે
ભારતીય પરંપરામાં સૂર્યને દેવ તરીકે પૂજાય છે અને વિશ્વને પ્રકાશ અને ઊર્જા આપવાનું કામ સૂર્ય કરે છે
વિશ્વમાં હવે લોકો આ મામલે સંશોધનો કરી રહ્યા છે, ઉપરોક્ત તારણો આ સંશોધનો આધારે આપવામાં આવ્યા છે